શિમલા પહોંચેલા ધોનીને મળ્યો સ્ટેટ ગેસ્ટનો દરજ્જો, ભાજપ-કોંગ્રેસ વચ્ચે ફરી બબાલ
અંગ્રેજી મીડિયાના રિપોર્ટ અનુસાર, જયરામ ઠાકુરે કહ્યં કે મેં કોંગ્રેસના નેતાઓનું નિવેદન વાંચ્યું છે. તેમના દ્વારા ધોનીને સ્ટેટ ગેસ્ટ બનાવવાનો વિરોધ કરવો દૂર્ભાગ્યપૂર્ણ છે. મહેન્દ્ર સિંહ ધોની એક આંતરરાષ્ટ્રીય હસ્તી છે, આવામાં જો તે અમારા ત્યાં આવે છે તો અમારા ટૂરિઝમને ફાયદો થશે. તે કોઇ પાર્ટીના નથી, શું આપણે તેને સન્માન નથી આપી શકતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ કહ્યું કે, ધોની 31 ઓગસ્ટ સુધી રાજ્યમાં રહેશે. આવામાં તેને સ્ટેટ ગેસ્ટનો દરજ્જો એટલા માટે પણ આપવામાં આવ્યો છે જેથી તેમની સુરક્ષાનું ધ્યાન રાખી શકાય.
કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ સુખવિન્દર સિંહે કહ્યું હતુ કે તે એક ક્રિકેટર તરીકે મહેન્દ્ર સિંહ ધોનીનું સન્માન કરે છે, પણ આ તેમની પ્રાઇવેટ ટ્રિપ છે. આવામાં કોઇને સ્ટેટ ગેસ્ટ બનાવવા બરાબર નથી. હિમાચલમાં કેટલાય એવા ખેલાડીઓ પણ આવે છે જેઓએ દુનિયામાં ભારતનું નામ રોશન કર્યું હોય, સરકાર તેમને આ સન્માન કેમ નથી આપતી.
પૂર્વ કેપ્ટન ધોની જ્યારે હિમાચલ પ્રદેશના શિમલામાં શૂટ કરવા પહોંચ્યા તો રાજ્યના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે તેને રાજ્ય અતિથિ (State Guest) જાહેર કરી દીધો, જેના પર વિપક્ષ બોખલાયુ, બાદમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય ધમાસાન શરૂ થઇ ગયું હતું.
શિમલાઃ પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અત્યારે ક્રિકેટથી દૂર પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે. તાજેતરમાં એક શૂટના કામ માટે ધોની હિમાચલ પ્રદેશના પ્રવાસે હતો, પણ ધોનીની આ વિઝીટ વિવાદોનું કારણ બની ગઇ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -