રાહુલ ગાંધીની જાહેરાત, કૉંગ્રેસ સત્તામાં આવશે તો મહિલા અનામત બિલ પાસ કરાવશે
રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતાં કહ્યું, મોદીએ પૈસાવાળા લોકોને મેક્સીમમ ઇન્કમની ગેરંટી આપી, અમે ગરીબોને મીનીમમ ઇન્કમની ગેરંટી આપીશું. સોમવારે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો 2019માં કોંગ્રેસની સરકાર બનશે તો અમે દેશના બધા ગરીબોને લધુતમ આવકની ગેરંટી આપીશું.
રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘2019ની ચૂંટણી જીતવાની સાથે અમે સંસદમાં સૌથી પહેળા મહિલા અનામત બીલ પાસ કરાવીશું.’ તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે અમે મહિલાઓને નેતૃત્વના સ્તર પર જોવા માંગીએ છીએ. ઉલ્લેખનીય છે કે આ બીલનો ઉદેશ્ય લોકસભા અને વિધાનસભામાં મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઇ કરવાનો છે. આ મુદ્દે સહમતી ન બનાવાના કારણે આ બીલ લાંબા સમયથી વિલંબમાં છે.
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક પાર્ટીઓ દ્વારા લોકોને વચનો આપવામાં આવી રહ્યા છે. કૉંગ્રેસ ગરીબોને લધુત્તમ આવકની ગેરંટીના વચન પછી મંગળવારે કેરળના કોચ્ચિમાં મહિલા અનામત બીલને લઇને એક મોટી જાહેરાત કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું, 2019 લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસ સત્તામાં આવશે તો મહિલા અનામત બિલ અગ્રતાના ધોરણે પાસ કરાવવામાં આવશે.