ગુજરાતમાં ભાજપ ભલે જીત્યો પણ આ રાજ્યમાં પેટાચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને આપી કારમી હાર ? જાણો વિગત
કોલેબિરામાં 5 ઉમેદવારોએ તેમનું કિસ્મત અજમાવ્યું હતું. પેટાચૂંટણીમાં ભાજપ, મુખ્ય વિપક્ષ ઝારખંડ મુક્તિ મોર્ચા સમર્થિત ઝારખંડ પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખિયો મુકાબલો હતો. ઝારખંડમાં વર્ષ 2014 બાદ અત્યાર સુધીમાં 6 સીટો પર પેટા ચૂંટણી થઈ ચુકી છે. જેમાં બીજેપીને એક, કોંગ્રેસને બે અને ઝારખંડ મુક્તિ મોર્ચાનો ત્રણ સીટ પર વિજય થયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોંગ્રેસના વિજેતા ઉમેદવાર નમન બિક્સલ આદિવાસી કોંગ્રેસના ચેરમેન છે. તેઓ યુવા કોંગ્રેસના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે. છેલ્લા બે વર્ષથી તેઓ જંગલ બચાવો આંદોલન સાથે સંકળાયેલા છે. સિમડેગાની ખૂંટીટોલીના રહેવાસી નમને બિક્સલે રાંચી યુનિવર્સિટીમાંથી એલએલબી કર્યું છે.
નવી દિલ્હીઃ ગુજરાતના જસદણમાં યોજાયેલી વિધાનસભા સીટની પેટા ચૂંટણીમાં સત્તાધારી ભાજપની જીત થઈ છે. જેના કારણે ગુજરાતમાં ભાજપની સીટનો આંક 100 થઈ ગયો છે. જ્યારે ઝારખંડની કોલેબિરા વિધાનસભા સીટ પર કોંગ્રેસે બાજી મારી છે. તાજેતરમાં પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ઝારખંડમાં પણ તેની અસર જોવા મળી હતી.
કોલેબિરા પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર નમન બિક્સલ કોંગાડીનો 9658 વોટથી વિજય થયો હતો. કોંગ્રેસને 40343, ભાજપના ઉમેદવાર બસંત સોરેંગને 30685 વોટ મળ્યા હતા. ઝારખંડ પાર્ટીના ઉમેદવાર મેનોન એક્કાને 16445 અને અપક્ષ બસંક ડુંગડુંગને 3948 મત મળ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -