કૉંગ્રેસે ઉપરાષ્ટ્રપતિના નિર્ણય વિરુદ્ધ CJI મહાભિયોગ પ્રસ્તાવ પર SCમાં કરેલી અરજી પાછી ખેંચી
તેમણે કહ્યું કે માત્ર ન્યાયિક આદેશ દ્વારા જ બંધારણિય પીઠને મોકવામાં આવે છે, પ્રશાસનિક આદેશ દ્વારા નહીં, અમને તે આદેશ જોઈએ કે કોણે આ અરજીને પાંચ જજોની પીઠ પાસે મોકલ્યો. અમે આદેશ મળ્યા બાદ તેને પડકાર આપવા પર વિચાર કરીશું.
સુપ્રીમ કોર્ટમાં આ સમગ્ર મામલાનો નાટકીય ઘટનાક્રમ જોવા મળ્યો. મહાભિયોગના પ્રસ્તાવને વેંકૈયા નાયડૂએ રદ કરવાની અરજી ત્યારે પાછી ખેંચી, જ્યારે 5 જજની પીઠે બંધારણિય પીઠના ગઠનને લઈને પ્રશાસનિક ઓર્ડરની કોપી શેર કરવાનો ઈન્કાર કરી દીધો હતો. આ મામલે પ્રતિક્રિયા આપતાં પ્રશાંત ભૂષણે કહ્યું કે આ ઘણું જ નિરાશાજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે કે બંધારણિય પીઠે પ્રશાસનિક ઓર્ડરની કોપી શેર કરવાનો ઈન્કાર કરી દીધો.
સિબ્બલે કહ્યું કે ચીફ જસ્ટિસ આ મામલે પ્રશાસનિક કે ન્યાયિક સ્તર પર કોઈ આદેશ લાગુ પાડી શકે નહીં. તમામ મામલે બંધારણિય પીઠને રેફ કરવામાં આવે છે, જ્યારે કાયદાનો કોઈ સવાલ ઉઠ્યો હોય, અહીં હાલમાં કાયદા પર કોઈજ સવાલ નથી.
કૉંગ્રેસ અને કેટલાક વિપક્ષી દળોના 64 રાજ્યસભા સાંસદોએ ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડૂને ચીફ જસ્ટિસ દીપક મિશ્રાને પદ પરથી હટાવવાનો પ્રસ્તાવ આપ્યો હતો. આ પ્રસ્તાવમાં કેટલીક ખામીઓ ગણાવીને રાજ્યસભા સભાપતિએ નાયડૂએ ફગાવી દીધો હતો
સુપ્રીમ કોર્ટમાં આ સમગ્ર મામલાનો નાટકીય ઘટનાક્રમ જોવા મળ્યો. મહાભિયોગના પ્રસ્તાવને વેંકૈયા નાયડૂએ રદ કરવાની અરજી ત્યારે પાછી ખેંચી, જ્યારે 5 જજની પીઠે બંધારણિય પીઠના ગઠનને લઈને પ્રશાસનિક ઓર્ડરની કોપી શેર કરવાનો ઈન્કાર કરી દીધો હતો. આ મામલે પ્રતિક્રિયા આપતાં પ્રશાંત ભૂષણે કહ્યું કે આ ઘણું જ નિરાશાજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે કે બંધારણિય પીઠે પ્રશાસનિક ઓર્ડરની કોપી શેર કરવાનો ઈન્કાર કરી દીધો.
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રાને પદ પરથી હટાવવાના પ્રસ્તાવને રાજ્યસભા સભાપતિ દ્વારા ફગાવી દેતા તેને સુપ્રીમ કોર્ટમાં પડકારેલી અરજીને કૉંગ્રેસે પાછી ખેંચી લીધી છે. તેના બાદ પાંચ જજોની બંધારણિય પીઠે તેને ફગાવી દીધી છે.