અખિલેશ યાદવ પર ભડક્યા અમર સિંહ, કહ્યું- શું પુત્ર કરશે રાજ અને પિતા જશે વનવાસ
આ બાજુ ભાજપે આ તમામ ઘટનાક્રમ પર નિવેદન આપ્યું. ભાજપના સાંસદ સત્યપાલ સિંહે કહ્યું કે સપામાંથી ધીરે ધીરે ગુંડાતત્વો દૂર થઈ રહ્યા છે અને અખિલેશજી એક નેતા બનીને ઉભરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ બાજુ અખિલેશના સમર્થક ગણાતા પાર્ટીના પ્રવક્તા જુહી સિંહે પણ પદ પરથી રાજીનામું આપી દીધુ છે. તેમણે કહ્યું કે જ્યારે અમારા મુખ્યમંત્રીને જ સસ્પેન્ડ કરી નાખ્યાં ત્યારે મારી જવાબદારી બને છે કે હું પણ પદ પરથી રાજીનામું આપી દીધું. અમે નેતાજી વિરુદ્ધ નથી પરંતુ અમે અમારા સીએમની પડખે છીએ.
અમરસિંહે સપાના દંગલ પર વધુ બોલતા કહ્યું કે હું મારું સંપૂર્ણ સમર્થન નેતાજીને આપું છું. તેમની અવગણના એ પાર્ટીના અનુશાસનને ભંગ કરવા જેવું છે. મુલાયમ વિરુદ્ધ કેટલાક મોટા લોકો જે કઈ કરી રહ્યાં છે તે બંધારણ વિરુદ્ધ, અનૈતિક અને ખોટું છે. રાજનીતિની આ પ્રકારની દુર્ઘટનાઓ બિલકુલ ખોટી છે. તેમણે કહ્યું કે મુલાયમ અખિલેશના જ નહીં પરંતુ સમાજવાદી પાર્ટીના પિતા છે.
એએનઆઈને આપેલ ઇન્ટરવ્યૂમાં અમરસિંહે અખિલેશ પર નિશાન સાંધતા તેમણે કહ્યું કે આજે કઈંક એવું લાગી રહ્યું છે કે રામચંદ્ર કહે ગયે સિયા સે.. એસા કલયુગ આયેગા બેટા કરેગા રાજ, બેચારા બાપ જંગલ જાયેગા. અમરસિંહે એમ પણ કહ્યું કે સંસદીય બોર્ડ સામે હું મારો વિરોધ પણ પ્રદર્શિત કરીશ.
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશની સમાજવાદી પાર્ટીમાં ચાલી રહેલ દંગલમાં પાર્ટીના મહાસચિવ અમર સિંહે મુલાયમ સિંહ યાદવનો સાથ આપતા અખિલેશ પર નિશાન સાધ્યું છે. અમર સિંહે પાર્ટીના કાર્યકર્તાઓને નેતાજીનો સાથ આપવાની અપીલ પણ કરી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -