✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાતના ફિક્સ-કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ રાજી થઈ જાય એવો સુપ્રીમે આપ્યો ચુકાદો, જાણો સંપૂર્ણ વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  27 Oct 2016 12:31 PM (IST)
 ગુજરાતના ફિક્સ-કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ રાજી થઈ જાય એવો સુપ્રીમે આપ્યો ચુકાદો, જાણો સંપૂર્ણ વિગત
1

કોર્ટે પંજાબના હંગામી કર્મચારીઓ સંબંધિત મામલાની સુનાવણી કરી રહી હતી જેમણે કાયમી કર્મચારીઓ જેટલી સેલેરી મેળવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ અગાઉ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે કહ્યુ હતું કે, હંગામી કર્મચારીઓને કાયમી કર્મચારીઓ જેટલી સેલેરી આપી શકાય નહીં.

2

કોર્ટે કહ્યુ હતું કે, કોઇ પણ વ્યક્તિ ઓછા પૈસામાં પોતાની મરજીથી કામ નથી કરતો પરંતુ પોતાની પ્રતિષ્ઠા દાવ લગાવીને એટલા માટે કામ કરે છે કારણ કે તે પોતાના પરિવારનું પેટ ભરી શકે. કારણ કે તે જાણે છે કે જો ઓછા પૈસામાં કામનો સ્વીકાર નહીં કરું તો તેની મુશ્કેલીઓ વધશે.

3

સુપ્રીમ કોર્ટેના આ ચુકાદાથી દેશભરના લાખો હંગામી કર્મચારીઓને રાહત મળશે. જસ્ટિસ ખેહર અને એસએ બોબદેએ આ ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટે કહ્યુ હતું કે, એક જ કામમાં જોડાયેલા લોકોને કોઇ અન્ય કરતા ઓછી સેલેરી આપી શકાય નહીં. કોર્ટે ભારતના વેલફેર સ્ટેટ હોવાનો તર્ક પણ આપ્યો હતો અને કહ્યુ હતું કે ઓછા પૈસામાં કામ કરાવવું માનવીય ગરીમાના વિરોધમાં છે. કોર્ટે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના વિભિન્ન નિર્ણયોના સિદ્ધાંતને જોતા આ નિર્ણય લીધો હતો.

4

નવી દિલ્લીઃ કોન્ટ્રાક્ટ અને ફિક્સ પગાર ધરાવતા સરકારી કર્મચારીઓ માટે આનંદના સમાચાર છે. સુપ્રીમ કોર્ટે આજે પોતાના ચુકાદામાં કહ્યુ હતું કે, કોન્ટ્રાક્ટ અથવા હંગામી પર કામ કરી રહેલા કર્મચારીઓને પણ નિયમિત કર્મચારીઓ જેટલી જ સેલેરી મળવી જોઇએ. કોર્ટે કહ્યું કે, બરાબર કામ કરવા માટે એકસરખા જ રૂપિયા મળવા જોઇએ. સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે, ઓછા પૈસા મળવા શોષણ કરવા જેવું છે. જાણકારોના મતે સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી અસર ગુજરાતના કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ પર થઇ શકે છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • ગુજરાતના ફિક્સ-કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ રાજી થઈ જાય એવો સુપ્રીમે આપ્યો ચુકાદો, જાણો સંપૂર્ણ વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.