ચેન્નાઇની કૉલેજમાં હિન્દુ વિરોધી પેઇન્ટિંગને લઇને વિવાદ, બીજેપીના વિરોધ બાદ માંગી માફી, જાણો વિગતે
પેઇન્ટિંગનો જબરદસ્ત વિરોધ થયો હતો, બીજેપીએ લોયોલા કૉલેજમાં થયેલા કાર્યક્રમને લઇને પોલીસ ફરિયાદ પણ કરી હતી. તામિલનાડુ બીજેપી અધ્યક્ષ તામિલસાઇ સુંદરરાજને પણ પેઇન્ટિંગ બનાવવાની નિંદા કરી હતી.
લોયોલા કૉલેજે વીથી વિરુધૂ વિજાહ નામથી 19 અને 20 જાન્યુઆરીએ લોકઉત્સનું આયોજન કર્યુ હતુ. આ દરમિયાન પ્રદર્શનીમા કેટલીક પેઇન્ટિંગ હિન્દુ વિરોધી ચિત્રો સાથે રજૂ કરવામાં આવી હતી, આ પેઇન્ટિંગમાં ભારતમાતાની હતી જેના પર MeToo કેમ્પેઇનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પેઇન્ટિંગમાં ત્રિશૂલને પણ ખરાબ રીતે બતાવવામાં આવ્યુ હતુ, આનો બીજેપી અને કેટલાક દક્ષિણપંથી સંગઠનોએ વિરોધ કર્યો હતો.
ચેન્નાઇઃ ચેન્નાઇની લોયોલા કૉલેજમાં એક પ્રદર્શની દરમિયાન કેટલીક પેઇન્ટિંગને લઇને જોરદાર વિવાદ થયો, જોકે બાદમાં પેઇન્ટિંગને હટાવી લેવામાં આવી હતી. કૉલેજ પ્રશાસને આને લઇને માફી પણ માંગી હતી, કેમકે આ પેઇન્ટિંગમાં હિન્દુ ધર્મ સાથે જોડાયેલી કેટલાક પ્રતિક ચિન્હોને કથિત રીતે ખરાબ પ્રકારે બતાવવામાં આવ્યા હતા. સાથે બીજેપી અને વડાપ્રધાન મોદીને પણ ખરાબ રીતે બતાવવામાં આવ્યા હતા.