સસરાને ન પકડી શકી પોલીસ તો વહુને પકડી જીપ ઉપર બેસાડીને ગામમાં ફેરવી, જાણો વિગત
ગામના એક સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે મહિલા જીપ પર બેઠી હતી ત્યારે વાહન ઝડપથી વળાંક લે છે અને મહિલા પડી જાય છે. પોલીસે મહિલાના આરોપોનો ઈન્કાર કરી કહ્યું કે, તેણે પોલીસ ટુકડી પર હુમલો કર્યો હતો.
મહિલાને પંજાબ પોલીસ કર્મચારીઓ દ્વારા દંડ તરીકે જીપની છત પર બેસાડવામાં આવી હતી. તેણે તેના પતિને લઈ જવાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. પોલીસ સંપત્તિ વિવાદ મામલે તેના સસરે પૂછપરછ માટે અમૃતસર જિલ્લાના ચવિંડા દેવી વિસ્તારમાં તેના ઘરે લઇ ગઇ હતી.
આ દરમિયાન મહિલા ઘાયલ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. તેને અમૃતસરની એક હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ મહિલાને પંજાબ પોલીસની ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ દ્વારા જબરદસ્તીથી જીપની છત પર બેસાડવામાં આવી હતી.
અમૃતસરઃ પંજાબના અમૃતસરમાં પોલીસની નિર્દયતાનો મામલો સામે આવ્યો છે. અહીંયા એક મહિલાને પોલીસે જીપની છત પર બેસાડીને ફેરવી હતી. મહિલાએ તેના સસરા બલવંત સિંહની ધરપકડનો વિરોધ કરતાં પોલીસે આમ કર્યું હતું.
મહિલાની ઓળખ જસવિંદર કૌર (35) તરીકે થઈ છે. તેણે પોલીસ પર આરોપ લગાવતાં જણાવ્યું કે અમૃતસરથી 20 કિમી દૂર આવેલા શહઝાદ ગામમાં પોલીસે તેના સસરાની ધરપકડ કરવા માટે રેડ કરી હતી. પોલીસ તેમને પકડવામાં નિષ્ફળ રહેતા મને જીપની છત પર બેસાડી સમગ્ર ગામમાં ફેરવી.