સરકારી નોકરીઓમાં ભ્રષ્ટાચાર, અન્યાય રોકવા લેવાયો મહત્વનો નિર્ણય, જાણો શું છે નિર્ણય?
અસલ ઉમેદવારના બદલે ડમી ઉમેદવાર પરીક્ષા આપવાના અનેક કિસ્સા ભૂતકાળમાં બન્યા છે. તેના કારણે સરકારે આ ભરતીમાં પહેલી વાર બાયોમેટ્રિક રજિસ્ટ્રેશનનો નિર્ણય લીધો છે. જો કે તેના કારણે વિદ્યાર્થીઓનો પરીક્ષા પહેલાંનો સમય બગડશે તે બાબત ધ્યાનમાં નથી લેવાઈ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઉપરાંત હવે પછીની દરેક સરકારી નોકરી માટેની પરીક્ષામાં આ બાયોમેટ્રિક રજિસ્ટ્રેશનનો અમલ થશે તેથી દરેક પરીક્ષા વખતે ઉમેદવારે પરીક્ષાના સમય કરતાં પાંચ કલાક વહેલા પરીક્ષા કેન્દ્ર પર હાજર થવું પડશે. આ આદેશના કારણે વિદ્યાર્થીઓની હાલત ખરાબ થઈ જશે.
આવતા રવિવારે યોજાનારી પરીક્ષાનો સમય બપોરે 12થી 1નો છે, પરંતુ ફિંગર પ્રિન્ટ અને ફોટોગ્રાફની પ્રોસીજર કરવાની હોઈ દરેક ઉમેદવારે સવારે 9 કલાકે પરીક્ષા કેન્દ્ર પર હાજર થવું પડશે. ફિંગર પ્રિન્ટ માટે પાંચ કલાક વહેલાં ઉમેદવારોને બોલાવાયા હોવાનું ભરતી બોર્ડનાં સૂત્રોએ જણાવ્યું હતું.
બાયોમેટ્રિક રજિસ્ટ્રેશન વ્યવસ્થા હેઠળ દરેક કેન્દ્ર પર ઉમેદવારના બંને હાથની ફિંગરપ્રિન્ટ અને ફોટોગ્રાફ લેવાશે. જે ઉમેદવાર લેખિત પરીક્ષામાં પાસ થશે અને ફિઝિકલ ટેસ્ટ માટે પસંદગી પામશે તેનો ફિઝિકલ ટેસ્ટ વખતે બાયોમેટ્રિક રેકોર્ડ મેચ કરવામાં આવશે.
ગુજરાત સરકારે આપેલા આદેશ પ્રમાણે આવતા રવિવારે એટલે કે 23 ઓક્ટોબરે યોજાનારી પોલીસ વર્ગ-3ના 17,532 કર્મચારીઓની ભરતી માટે દરેક ઉમેદવારનું બાયોમેટ્રિક રજિસ્ટ્રેશન થશે. ગુજરાતમાં સરકારી નોકરીઓ માટે પહેલી વાર બાયોમેટ્રિક રજિસ્ટ્રેશન કરાશે.
સરકારે આ અંગે એક પરિપત્ર બહાર પાડ્યો છે. જો કે આ પરિપત્રના કારણે સરકારી નોકરીઓ માટેની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓની હાલત ખરાબ થઈ જશે કારણ કે તેના કારણે વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા શરૂ થવાના પાંચ કલાક વહેલા જવું પડશે.
અમદાવાદઃ ગુજરાત સરકારે સરકારી નોકરીઓ માટેની પરીક્ષાઓમાં ભ્ર,ટાચાર તથા લાયક ઉમેવારોને અન્યાય રોકવા એક મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત હવેથી સરકારી નોકરીઓ માટેની તમામ પરીક્ષામાં દરેક ઉમેદવારનું બાયોમેટ્રિક રજિસ્ટ્રેશન કરાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -