આ વખતે ધમધોકાર વરસાદ પડશે, જાણો શું કહ્યું હવામાન વિભાગે, મુંબઈમાં ક્યાં સુધીમાં આવશે ચોમાસુ
તેમણે કહ્યું કે જૂનથી સપ્ટેમ્બર સુધીમાં કુલ વરસાદ લાંબા ગાળાના સરેરાશ ૯૬ ટકાથી ૧૦૪ ટકાની વચ્ચે જ રહેશે. સમગ્ર સિઝનમાં ૯૮ ટકા વરસાદની આગાહી છે. તેમાં ચાર ટકાની વધ ઘટ થઈ શકે છે.
નવી દિલ્હીઃ ભારત હવામાન વિભાગ (IMD)એ મંગળવારે કહ્યુંકે, દેશમાં જૂનથી સપ્ટેમ્બરની વચ્ચે મોનસૂન દરમિયાન 98 ટકા વરસાદ થશે. આ પહેલા 18 એપ્રિલે આઈએમડીએ તે સમયે ઉપલબ્ધ હવામાનને સ્વરૂપના આધારે અંદાજે 96 ટકા વરસાદની સાથે સામાન્ય મોનસૂન રહેવાનો અંદાજ લગાવ્યો હતો. જેમાં પાંચ ટકા વધારે કે ઓછો થવાની શક્યતા હતી.
મુંબઈમાં ૧૩ ૧૪ જૂન સુધીમાં મેઘરાજાનું આગમન થઈ જશે અને દિલ્હીમાં જૂનના અંત સુધીમાં આગમન થશે તેવો વરતારો તેણે કર્યો છે. આઈએમડીના ડિરેક્ટર જનરલ કે.જી. રમેશે કહ્યું હતું કે અગાઉ કરાયેલી આગાહી કરતાં પણ આ વખતે વરસાદ સારો પડશે તેવો અંદાજ છે કારણ કે અલ નિનોની અસર હવે સાવ દૂર થઈ ગઈ છે.