હાર્દિક પંડ્યાના ભાઈ કૃણાલનું આજે મુંબઈમાં રિસેપ્શન, જાણો કોણ રહેશે હાજર
પંખુરીને ક્રિકેટમાં કોઇ રસ નથી પરંતુ તે મેચનો જોવા લાગી છે જેમાં કૃણાલ રમે છે. કૃણાલને પંખુરીની સાદગી સૌથી વધુ પસંદ છે.
IPLમાં મુંબઈ ઈન્ડિયા વિજેતા બન્યા બાદ પંખુરીએ ટ્રોફી સાથે ફોટો ખેંચાવ્યો હતો. જે બાદ તે લાઇમ લાઇટમાં આવી હતી.
પંખુરીએ તરત જ કૃણાલના પ્રપોઝલને સ્વીકારી લીધુ હતું. બન્નેના નિર્ણયથી તેમનો પરિવાર પણ ઘણો ખુશ છે.
કૃણાણ પંડ્યા અને પંખુરી શર્મા.
મુંબઇની પંખુરી શર્મા ફિલ્મ માર્કેટિંગ સાથે જોડાયેલી રહી હતી અને હવે તે આ ફિલ્ડથી દુર થઈ ગઈ છે. તેની ક્રિકેટર કૃણાલ પંડ્યા સાથે મુલાકાત આશરે 2 વર્ષ પહેલા એક પાર્ટીમાં થઇ હતી.
પંખુરી કૃણાલના એક મિત્રની કોમન ફ્રેન્ડ છે, તેને જ બન્નેની મુલાકાત કરાવી હતી. કૃણાલ પંડ્યાએ IPL 2017 પૂર્ણ થયા બાદ પંખુડીને પ્રપોઝ કર્યુ હતું
રિસેપ્શનમાં બોલિવૂડ અને ક્રિકેટ જગતના સ્ટાર હાજરી આપશે. આ અગાઉ તેમણે 30 નવેમ્બરના રોજ વડોદરામાં લગ્નનું રજીસ્ટ્રેશન કરાવી લીધું હતું. સચિન તેંડુલકર, મુકેશ-નીતા અંબાણી પણ રિસેપ્શનમાં હાજરી આપશે.
મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર અને ગુજરાતના વડોદરમાં રહેતા હાર્દિક પંડ્યાના ભાઈ તથા IPLની મુંબઈ ઈન્ડિયન ટીમ વતી રમતા સ્ટાર ક્રિકેટર કૃણાલ પંડ્યા મુંબઇ અને પંખુરી શર્માના લગ્નનું રિસેપ્શન આજે (27 ડિસેમ્બર) સાંજે મુંબઇ ખાતે યોજાશે. શ્રીલંકા વિરુદ્ધની શ્રેણીમાંથી ફ્રી થયા બાદ હાર્દિક મોટા ભાઈના વેડિંગ રિસેપ્શનની તૈયારીમાં લાગી ગયો છે. તેણે ભાભી પંખુરી શર્મા સાથેની એક તસવીર શેર કરી છે. ભાઈ અને ભાભી સાથેની એક બીજી તસવીર પણ શેર કરી છે.
શ્રીલંકા વિરુદ્ધની શ્રેણીમાંથી ફ્રી થયા બાદ હાર્દિક મોટા ભાઈના વેડિંગ રિસેપ્શનની તૈયારીમાં લાગી ગયો છે.