નોટબંધીના એક મહિના બાદ જનધન ખાતામાંથી 5,000 કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા
દરમિયાન જનધન ખાતા સાથે આધારને લિંક કરી હોય તેવા ખાતાની સંખ્યા ૧૫.૩૬ કરોડ થઈ ગઈ છે, જે નોટબંધીની જાહેરાત થઈ તે વખતે ૧૩.૬૮ કરોડ હતી. પ્રધાનમંત્રી જનધન યોજના ઓગસ્ટ ૨૦૧૪માં શરૂ કરવામાં આવી હતી. ગરીબ લોકોના પણ બેન્ક ખાતા ખોલાવવામાં આવે તો તેનાથી તેમને મળતા સરકારી લાભ કે વળતર સહિતની રકમ સીધી બેન્કમાં જમા થાય અને વચેટિયા તેમનું શોષણ ન કરી શકે તેવો તેનો હેતુ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App૯ નવેમ્બરના રોજ ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની જૂની નોટ ગેરકાયદેસર જાહેર કરી દેવાઈ હતી અને તે વખતે જનધન ખાતામાં ૪૫,૬૩૬.૬૧ કરોડ રૂપિયા જમા હતા. નોટબંધીના એક મહિનાના સમયગાળામાં જનધન ખાતામાં ૨૮,૯૭૩ કરોડ રૂપિયાનો વધારો થયો હતો.
દેશમાં કુલ જનધન ખાતાની સંખ્યા ૨૬.૬૮ કરોડ છે. આ ખાતાનો દુરૂપયોગ રોકવા માટે તેમાં જમા રકમ ઉપાડવાની માસિક મર્યાદા ૩૦ નવેમ્બરથી ૧૦,૦૦૦ રૂપિયા કરી દેવામાં આવી હતી. જનધન ખાતામાં મહત્તમ ૫૦,૦૦૦ રૂપિયા જમા કરાવી શકાય છે.
નાણામંત્રાલયના આંકડા મુજબ ૧૧ જાન્યુઆરીના રોજ આ રકમ ઘટીને ૬૯૦૨૭.૧૭ કરોડ રૂપિયા થઈ ગઈ હતી. મતલબ કે ૭ ડિસેમ્બરથી ૧૧ જાન્યુઆરીના સમયગાળામાં જનધન ખાતામાંથી કુલ ૫૫૮૨.૮૩ કરોડ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા.
જૂની નોટ જમા કરાવતી વખતે અનેક લોકોએ તેમના પોતાના જનધન ખાતાનો ઉપયોગ કર્યો હતો અને તે સિવાય અન્ય લોકોએ પણ તેમનું કાળું નાણું સફેદ કરવા માટે જનધન ખાતાનો ઉપયોગ કર્યો હોવાની મોટાપાયે શંકા ગઈ હતી.
નવી દિલ્હીઃ નોટબંધીના 50 દિવસ પૂરા થયા બાદ એક મહિનામાં જ જનધન ખાતામાંથી 5582.83 કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા છે. 7 ડિસેમ્બરે જનધન ખાતામાં જમા રકમ 74610 કરોડ રૂપિયા હતી. આ આંકડો જનધન ખાતામાં જમા થનાર રકમનો અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો હતો. ત્યાર બાદ તેમાં સતત ઘટાડો જોવા મળ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -