અડધી રાતે PM નરેન્દ્ર મોદીએ ચૂપચાપ કર્યું 1 કલાક સુધી કાશી ભ્રમણ, જાણો કેમ
મંદિરમાં દર્શન કર્યા બાદ વડાપ્રધાન મોદી પોતાના કાફલાની સાથે લંકા, ગુરૂધામ, રવિન્દ્રપુરી, ભેલૂપુર, મદનપૂરા, ગોદૈલિયા, ચોક, મેદાગિન, લહુરાવીર, અંધરાપુલ, અંબેડકર ચૌરાહા, સર્કિટ હાઉસ, નદેસર, કેંટ રેલ્વે સ્ટેશન, લહરતારા થઈને પાછા રાત્રિ વિશ્રામ માટે ડીરેકા ગેસ્ટ હાઉસ પાછા ફર્યા હતા.
પીએમ મોદી વારણસીના ડીરેકાથી બહાર નીકળીને સુંદરપુર, નારિયા થઈને બીએચયૂની અંદર બનેલા વિશ્વનાથ મંદિર પહોંચ્યા હતા. પીએમ મોદી રાત્રે લગભગ 1 કલાક સુધી ફર્યા હતાં. નરેન્દ્ર મોદી રાત્રે બહાર નીકળ્યા ત્યારે રસ્તા પર લોકો ઉભા હતા તે દરમિયાન નરેન્દ્ર મોદીને જોતાં જ ‘મોદી મોદી’ની બૂમો પાડવા લાગ્યા હતાં.
જોકે, પીએમ મોદી અહીંના ડીરેકા ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા. રાત થઈ ગઈ હોવાના કારણે તે ગેસ્ટ હાઉસમાંથી પોતાની ગાડીમાં બહાર નીકળ્યા અને બીએચયૂ કેમ્પસ પહોંચ્યા હતા. પીએમ મોદીએ વારાણસી શહેરમાં થયેલા વિકાસ અને સૌંદરીકરણના કાર્યોને નિહાળ્યા પણ હતા.
રાત્રે તે અચાનક ગેસ્ટ હાઉસથી બહાર નીકળીને હિન્દૂ યૂનિવર્સિટી કેમ્પસમાં ફરવા નીકળ્યા હતાં. પીએમ મોદીએ યૂનિવર્સિટી પરિસરમાં વિશ્વનાથ મંદિરમાં પુજા-અર્ચના પણ કરી હતી. પીએમ મોદીની સાથે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા.
વારાણસી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના યૂપીના પ્રવાસ પર છે. આ પ્રવાસ પહેલા શનિવારે પીએમ મોદી આજમગઢ પહોંચ્યા હતાં અને ત્યાર બાદ પોતાના સંસદીય વિસ્તાર વારાણસી પહોંચ્યા હતા.