✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

CWG 2018: કુસ્તીમાં ભારતનો દબદબો યથાવત, બજરંગ પૂનિયાએ અપાવ્યો 17મો ગૉલ્ડ, પૂજાને સિલ્વર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Apr 2018 02:23 PM (IST)
CWG 2018: કુસ્તીમાં ભારતનો દબદબો યથાવત, બજરંગ પૂનિયાએ અપાવ્યો 17મો ગૉલ્ડ, પૂજાને સિલ્વર
1

ભારતના ખાતામાં અત્યાર સુધી કુલ 38 મેડલ આવી ચૂક્યા છે, જેમાં 17 ગૉલ્ડ, 9 સિલ્વર અને 12 બ્રૉન્ઝ મેડલ સામેલ છે, આ સાથે ભારત મેડલ ટેલીમાં ત્રીજા નંબર પર યથાવત છે.

2

બીજો ગૉલ્ડ, પુરુષ ફ્રી સ્ટાઇલ 57 કિલોગ્રામ વર્ગમાં પહેલવાન રાહુલ અવારે ભારતને 13મો ગૉલ્ડ અપાવવામાં સફળ રહ્યો હતો. તેને ફાઇનલમાં કેનેડાના સ્ટીવન તાકાહાશીના પડકારને 15-7 થી પુરી કર્યો. આ ખિતાબી મુકાબલમાં જોરદાર ટક્કર જોવા મળી અને રાહુલ ગૉલ્ડ મેડલનો હકદાર બન્યો હતો. આ પછી મહિલા ફ્રી સ્ટાઇલ 76 કિલોગ્રામ વર્ગમાં કિરણે બ્રૉન્ઝ મેડલ જીત્યો. કિરણે મોરેશિયસની કી.પરિઘાવેનને 10-0 થી ધૂળ ચટાવી હતી.

3

આ અગાઉ ગઇકાલે પુરુષ ફ્રી સ્ટાઇલ 74 કિલોગ્રામમાં સુશીલ કુમારે ભારતને ગૉલ્ડ અપાવ્યો હતો, અપેક્ષાની અનુરુપ આ સ્ટાર પહેલવાને સાઉથ આફ્રિકાના જોહાનેસ બોથા પર તુટી પડ્યો અને ફટાફટ ગૉલ્ડ પર કબ્જો કરી લીધો. સુશીલે 10-0થી સફળતા મેળવી હતી.

4

પણ, હવે હવે પછીના મુકાબલામાં પૂજા ઢાંઢાને મહિલા ફ્રીસ્ટાઇલ 57 કિલોગ્રામ વેઇટ કેટેગરીની ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો, તેને નાઇઝિરીયન પહેલવાન ઓડિનાયો એડેકુઓરોયેને 7-5 હરાવી, પૂજાને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. વળી, બીજીબાજુ મહિલા ફ્રીસ્ટાઇલ 68 કિલોગ્રામ વર્ગમાં દિવ્યા કાકરાને બ્રૉન્ઝ મેડલ જીત્યો. તેને એકદમ આસાન મુકાબલામાં બાંગ્લાદેશી પ્રતિદ્વંદ્વી શિરિન સુલ્તાનાને 4-0 થી માત આપી હતી.

5

6

નવી દિલ્હીઃ કૉમનવેલ્થની 9માં દિવસે પહેલવાન બજરંગ પૂનિયાએ ભારતને 17મો ગૉલ્ડ અપાવ્યો છે, તેને ફ્રીસ્ટાઇલ 65 કિલોગ્રામ વેઇટ કેટેગરીમાં વેલ્સના પહેલવાન કેન ચેરિંગને એકતરફી મુકાબલામાં 10-0 થી માત આપી દીધી. કુસ્તીમાં રાહુલ અવારે અને સુશીલ કુમાર બાદ આ ત્રીજો ગૉલ્ડ મેડલ છે. બજરંગે 2014 ગ્લાસ્ગો કૉમનવેલ્થમાં રજત ચંદ્રક જીત્યો હતો.

  • હોમ
  • India-news
  • દેશ
  • CWG 2018: કુસ્તીમાં ભારતનો દબદબો યથાવત, બજરંગ પૂનિયાએ અપાવ્યો 17મો ગૉલ્ડ, પૂજાને સિલ્વર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.