ડાન્સર સપના ચૌધરી કૉંગ્રેસ કાર્યાલય પહોંચી, પાર્ટી માટે કરી શકે છે પ્રચાર
નવી દિલ્લી: હરીયાણાની મશહૂર ડાન્સર સપના ચૌધરી રાજકારમાં એન્ટ્રી કરી શકે છે. સપના ચૌધરીના રાજકારણમાં આવવાની અટકળો ત્યારે લાગી રહી છે જ્યારે તે શુક્રવારે અચાનક કૉંગ્રેસ ઓફિસમાં જોવા મળી. આ પહેલા તેણે દસ જનપથ જઈને સોનિયા ગાંધી સાથે મળવા માટેનો સમય પણ માંગ્યો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકૉંગ્રેસ કાર્યાલયમાં સપના ચૌધરીને જોઈને ત્યાં હાજર કાર્યકર્તાઓ અને નેતાઓ જમા થઈ ગયા હતા. તેમણે સપના સાથે સેલ્ફી લીધી અને સપના ચૌધરી જિંદાબાદના નારા પણ લગાવ્યા. થોડા સમયમાં સપના ચૌધરી એક અલગ અંદાજમાં જોવા મળી શકે છે.
સપનાએ કહ્યું તે સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધીને ખૂબ પસંદ કરે છે અને મુલાકાત કરવાની ઈચ્છા પણ રાખે છે. સપનાએ કહ્યું કૉંગ્રેસે આટલા વર્ષો સુધી દેશને સંભાળીને રાખ્યો છે. સપનાએ કહ્યં જે લોકો તેના ગીતને પસંદ કરે છે જરૂરી નથી કે તે લોકો મત પણ આપે. પરંતુ તેણે પોતાનું કામ કરવું છે.
10 જનપથ પહોંચવાના કારણે થોડીવાર તો અટકળો લગાવવામાં આવી રહી હતી કે તે સોનિયા ગાંધીને મળીને આવી છે. સપના ચૌધરીએ કહ્યું તે કૉંગ્રેસ પાર્ટી માટે પ્રચાર કરી શકે છે. એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં સપનાએ કહ્યું, હાલ તે રાજકારણમાં નહી આવે. પરંતુ તેણે કહ્યું તે કૉંગ્રેસ માટે પ્રચાર કરી શકે છે અને ભવિષ્યમાં સક્રિય રાજકારણમાં આવી શકે છે. આ બધું જ ભગવાન પર નિર્ભર કરે છે. કૉંગ્રેસ કાર્યાલય પહોંચી ત્યારે તેની સાથે દિલ્લીના પૂર્વ ધારાસભ્ય જયકિશન પણ હાજર હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -