✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

દાઉદ ઇબ્રાહિમના ભાઈ ઇકબાલ કાસકરની મુંબઈથી ધરપકડ, મકોકા લગાવવાની તૈયારી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 Sep 2017 07:17 AM (IST)
1

મુંબઈઃ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ભાઈ ઇકબાલ કાસકરની ધરપકડ કરવામાં આવી છે. ઇકબાલની ઠાણે ક્રાઈમ બ્રાન્ચે સોમવારે ધરપકડ કરી હતી. ઇકબાલ કાસકર પર એક બિલ્ડર સાથે ખંડણી માગવા અને ધમકી આપવાનો આરોપ છે. સૂત્રો અનુસાર ઇકબાલ કાસકર ગેંકના કેટલાક લોકોએ એક બિલ્ડરને ફોન કરીને ધમકી આપી હતી અને તેની પાસે ખંડણી માગી હતી. પોલીસ તેના પર મકોકા લગાવાવની તૈયારી કરી રહી છે.

2

આ ઘટના 2016ની છે. એક બિલ્ડરને ધમકી ભર્યો ફોન આવ્યો હતો અને તેની પાસે ચાર ફ્લેટની ખંડણી માંગવામાં આવી હતી. ડરના કારણે બિલ્ડરે પોલીસમાં કેસ નહોતો કર્યો. વસૂલીની વિરુદ્ધ કામ કરતા ઠાણે ક્રાઈમ પોલીસના ક્રાઈમ બ્રાન્ચ સેલને તપાસ દરમિયાન આ વાતની જાણકારી મળી. જે પછી ઈકબાલ કાસકરની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.

3

વેપારીની ફરિયાદ પર કાસકરને ઝડપી લેવામાં આવ્યો. આ જાણકારી પણ સામે આવી રહી છે કે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદિપ શર્માએ ઈકબાલ કાસકરને અરેસ્ટ કરી લીધો છે. શર્મા પર એન્કાઉન્ટરને લઈને ઘણા પ્રકારના આરોપ લાગી ચૂક્યા છે.

4

કહેવામાં આવી રહ્યું છે કે, હાલમાં ઠાણે ક્રાઈમ બ્રાન્ચ પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. સૂત્રો દ્વારા જાણ થઈ છે કે ઈકબાલ કાસકરે એક વેપારીને ફોન પર ધમકી આપીને પૈસા વસૂલવાનો પ્રયત્ન કર્યો હતો.

  • હોમ
  • India-news
  • દેશ
  • દાઉદ ઇબ્રાહિમના ભાઈ ઇકબાલ કાસકરની મુંબઈથી ધરપકડ, મકોકા લગાવવાની તૈયારી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.