✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

DDAના ચાર અધિકારીઓ પર મહિલા કર્મચારીએ જ લગાવ્યો રેપનો આરોપ, જાણો વિગતો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Dec 2017 02:02 PM (IST)
DDAના ચાર અધિકારીઓ પર મહિલા કર્મચારીએ જ લગાવ્યો રેપનો આરોપ, જાણો વિગતો
1

નવી દિલ્હીઃ દિલ્હી ડેવલોપમેન્ટ ઓથોરિટીની (ડીડીએ) એક મહિલા કર્મચારીએ ડીડીએના ચાર અધિકારીઓ પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો. મહિલાએ એક સિનિયર અધિકારી સહિત ચાર કર્મચારીઓ પર જાતીય શોષણ, જાનથી મારી નાખવાની ધમકી સહિતના આરોપ લગાવ્યા છે.

2

આરોપીઓમાં નિર્દેશક સ્તરના અધિકારી સિવાય ત્રણ અન્યના નામ સામેલ છે. પીડિતાએ ફરિયાદમાં લખ્યું કે, તેના પતિનું મોત થઇ ચૂક્યું છે. તેને અઢી વર્ષથી પગાર આપવામાં આવ્યો નથી. તેની હાજરીનો નાશ કરવા માટે રજિસ્ટર સાથે છેડછાડ કરવામાં આવી છે. આરોપીઓએ ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ ડિલિટ કરી દીધા છે.

3

4

ડીડીએના અધિકારીઓએ મહિલાની ફરિયાદ મળી હોવાની વાત સ્વીકારી હતી અને આ ઘટનાની જાણકારી પોલીસને આપી દેવામાં આવી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પીડિતાના પતિના મોત બાદ તેના બદલામાં ડીડીએમાં નોકરી આપવામાં આવી હતી.

5

પીડિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપીઓ અઢી વર્ષથી તેનું શોષણ કરતા હતા. એટલું જ નહી પીડિતાએ આરોપ લગાવ્યો કે આરોપીઓએ તેનો અશ્લીલ વીડિયો પણ બનાવ્યો છે. જો તેમની વાત ન માનું તો મને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. તે સિવાય અશ્લીલ વીડિયો જાહેર કરવાની ધમકી આપી હતી.

  • હોમ
  • India-news
  • દેશ
  • DDAના ચાર અધિકારીઓ પર મહિલા કર્મચારીએ જ લગાવ્યો રેપનો આરોપ, જાણો વિગતો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.