જાણો, મોદી સરકારના સમયમાં સંરક્ષણ બજેટમાં કેટલો ઓછો વધારો કરવામાં આવ્યો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Feb 2017 01:23 PM (IST)
1
તમને જણાવીએ કે, જ્યારે મોદી સરકારમાં આવી ત્યારે સંરક્ષણ બજેટ 2.29 કરોડના વર્ષ 2014-15થી વધારીને ચાલુ વર્ષે 2.74 લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યું.
2
જોકે, સંરક્ષણ પ્રધાન મનોહર પર્રિકરની ઈચ્છા હતી કે સંરક્ષણ બજેટ જીડીપીના 3 ટકા કરવામાં આવે.
3
ગઈકાલે જ રજૂ કરવામાં આવેલ આર્થિક સર્વેક્ષણમાં જીડીપીના 6.75થી 7 ટકા રહેવાનો અંદાજ રાખવામાં આવ્યો છે.
4
તેનો મતલબ એ થયો કે જે ગતિએ જીડીપીમાં વધારો થઈ રહ્યો છે તેની તુલનામાં સંરક્ષણ બજેટમાં ખૂબ જ ઓછો વધારો કરવામાં આવ્યો છે.
5
નવી દિલ્હીઃ બજેટ 2017-18માં પણ સંરક્ષણ બજેટમાં વધારો કરવામાં આવ્યો છે. હવે સંરક્ષણ વજેટ વધીને 2.74 લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. વર્ષ 2016-178માં બજેટ 2.58 લાખ કરોડ રૂપિયા હતું. એટલે કે સંરક્ષણ બજેટમાં એક ટકા કરતાં પણ ઓછો વધારો કરવામાં આવ્યો છે.