✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રાફેલ મુદ્દે નિર્મલા સીતારમને આપ્યા જવાબ કહ્યું, 2022 સુધીમાં તમામ રાફેલ ભારતને મળી જશે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Jan 2019 03:53 PM (IST)
1

રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે તેઓએ જ્યારે ડીલ કરી હતી ત્યારે 18 વિમાન તૈયાર સ્થિતિમાં મળવાના હતા. બાકી 108 વિમાન 11 વર્ષના સમયગાળામાં બનવાના હતા. 2006 પછી 2014 સુધી તમે 18 પ્લેન પણ મેળવી ન શક્યા. એવું કેમ? અમારી ડીલમાં પહેલું એરક્રાફ્ટ 2016માં થયેલી ડીલના 3 વર્ષની અંદર આવવાનું હતું અને તે બાદ છેલ્લું વિમાન 2022ના અંત સુધીમાં મળવાનું છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં તમને પહેલું વિમાન મળી જશે એટલે કે કોન્ટ્રાક્ટ સાઈન થયાંને 3 વર્ષની અંદર જ મળશે. તમે ઓગસ્ટા-વેસ્ટલેન્ડનો ઓર્ડર HALને કેમ ન આપ્યો? એટલા માટે કેમકે HAL તમને બીજું કંઈ આપી શકવામાં સમર્થ ન હતું?

2

આ પહેલાં રાહુલ ગાંધીએ મોદી સરકાર પર રફાલ ડીલમાં ભ્રષ્ટાચારના આરોપો કર્યા હતા. રાહુલ ગાંધીએ લોકસભામાં ગોવાના મુખ્ય મંત્રીની રફાલ મામલે કથિત ઑડિયો ટેપ પ્લે કરવાની પણ મંજૂરી માગી હતી. જોકે, મંજૂરી મળી ન હતી. બાદમાં કૉંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ, મલ્લિકાર્જુન ખડગે અને રણદીપ સુરજેવાલાએ રફાલ ડીલ મામલે પીએસીના રિપોર્ટની સાથે અન્ય દસ્તાવેજો પણ રજૂ કર્યા હતા.

3

નવી દિલ્હી: રફાલ મામલે લોકસભામાં આજે પણ ચર્ચા થઈ રહી છે. રફાલ પર ચર્ચામાં જવાબ આપતાં નિર્મલા સીતારમને કહ્યું કે આપણી સીમાઓને સુરક્ષિત રાખવા માટે આપણે સેનાને મજબૂત કરવી પડશે. તેમણે કહ્યું, પહેલું રફાલ યુદ્ધ વિમાન 2019માં આવી જશે એટલે કે સોદો થયાના માત્ર ત્રણ વર્ષની અંદર આવી જશે. 2022 સુધીમાં તમામ રાફેલ ભારતને મળી જશે. કૉંગ્રેસ આ કામ કરી શકી ન હતી. સરકાર તમામ જવાબ આપવા માટે તૈયાર છે પરંતુ કૉંગ્રેસે સોદાની ગોપનિયતા સમજવી જોઈએ.

  • હોમ
  • India-news
  • દેશ
  • રાફેલ મુદ્દે નિર્મલા સીતારમને આપ્યા જવાબ કહ્યું, 2022 સુધીમાં તમામ રાફેલ ભારતને મળી જશે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.