બચ્ચન પરિવારમાં નોટબંધીને લઇને અલગ-અલગ મત, જાણો કોનો શું છે મત
અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને સરકારના આ નિર્ણયને આવકાર્યો હતો. અને એશ્વર્યા રાયે પણ તેનું સમર્થન કર્યું હતું. પરંતુ આ તસ્વીર જોયા બાદ એ સ્પષ્ટ થઇ ગયું છે કે, જયા બચ્ચની મત આ મામલે શું છે.
જયા બચ્ચન આ મંચ પર સપા સાંસદ ધર્મેન્દ્ર યાદવ સાથે પહોંચી હતી.
તેમનો આ મત ત્યારે જ વ્યક્ત થઇ ગયો જ્યારે તે આ મંચ પર નજર આવ્યા હતા.
બુધવારે જયા બચ્ચન ટીએમસી પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે એક મંચ પર નજર આવી હતી. જ્યાં નોટબંધીના વિરોધમાં મમતા બેનર્જી ધરણા આપી રહ્યા હતા.
નવી દિલ્લીઃ બોલીવુડમાં નોટબંધીને લઇને સ્ટાર્સમાં અલગ અલગ પ્રતિક્રિયા જોવા મળી રહી છે ત્યારે બોલીવુડના બચ્ચન પરિવારમાં પણ અલલ અલગ પ્રતિક્રિયા જોવા મળી રહી છે. મેગાસ્ટાર અમિતાભ બચ્ચના જ ઘરમાં અલગ અલગ પ્રતિક્રિયા સામે આવી છે. બીગ-બી અને એશ્વર્યા રાયે નોટબંધીના નિર્ણયના વખાણ કર્યા હતા. તો જયા બચ્ચન પીએમ મોદીના આ નિર્ણયની વિરુદ્ધ નજર આવી હતી.