દિલ્હીઃ યુવકે સચિવાલયમાં જ કેજરીવાલ પર મરચાનો પાવડર છાંટી કર્યો હુમલો, જાણો વિગત
સચિવાલયમાં મુખ્યમંત્રી ચેમ્બરની થોડી જ બહાર કોઇ અજાણ્યા માણસે આવીને મરચાંનો પાવડર નાંખી દીધો હતો. આ સમયે કેજરીવાલ લંચ લેવા જતા હતાં. આંખોમાં મરચાનો પાવડર જવાના કારણે તેમને ઘણી બળતરા થઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એકવાર ફરી વિરોધનો સામનો કરવો પડ્યો છે. રાજધાની દિલ્હીમાં સચિલાલયમાં કેજરીવાલની આંખમાં કોઇ અજાણ્યા માણસે મરચાનો પાવડર ફેંક્યો હતો. જોકે સુરક્ષાકર્મીઓએ તે વ્યક્તિને ઝડપી પાડ્યો હતો.
દિલ્હી સીએમ પર જે વ્યક્તિએ મરચા પાવડર નાંખ્યો તેનું નામ અનિલ શર્મા છે. અનિલ નારાયણા દિલ્હીનો જ રહેવાસી છે. હાલ તેમને આઈપી સ્ટેટ પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવ્યો છે. કેજરીવાલ પર મરચાનો પાવડર ફેંકતા પહેલા તેણે કહ્યું કે, તમારી પાસેથી જ અપેક્ષા હતી. આમ કહી તેણે કેજરીવાલના ચરણસ્પર્શની કોશિશ કરી હતી. જોકે કેજરીવાલે તેને આમ કરતો અટકાવ્યા બાદ તેણે મરચાનો પાવડર છાંટ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -