દિલ્હી પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ પદેથી અજય માકનનું રાજીનામું, લોકસભા ચૂંટણી લડવાની તૈયારીમાં લાગ્યા
નવી દિલ્હી: દિલ્હી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય માકને રાજીનામું આપી દીધું છે. અજય માકને ટ્વિટ કરી પોતાના રાજીનામામાં કોંગ્રેસ કાર્યકરો અને પક્ષના અધ્યક્ષ રાહુલ ગાંધીનો આભાર વ્યકત કર્યો હતો. અજય માકને લખ્યું, 2015 વિધાનસભા ચૂંટણી બાદ તેમને દિલ્હીના તમામ નેતાઓનો સહયોગ પ્રાપ્ત થયો હતો અને આવી કપરી પરિસ્થિતિમાં તેમના સહયોગ વગર કામ કરવું મુશ્કેલ હતું. આપ તમામનો આભાર. રાજીનામા બાદ માકન પાર્ટીમાં સક્રિય રહેશે. તેઓ લોકસભા ચૂંટણી લડવાની તૈયારીઓ કરી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅજય માકનના રાજીનામા સાથે એવું માનવામાં આવી રહ્યું છે કે હવે લોકસભા ચૂંટણી માટે આપ અને કોંગ્રેસનું ગઠબંધન થઇ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણ રાજ્યમાં કોંગ્રેસની સરકાર રચાયા બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક સમાન વિચારધારાના લોકોને સંગઠિત થવા અપીલ કરી હતી.
આ અગાઉ અજય માકને ગુરુવારે દિલ્હીના પ્રભારી પી.સી.ચાકો સાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. અજય માકને રાજીનામા માટે પોતાની નાદુરસ્ત તબિયતને મુખ્ય કારણ તરીકે દર્શાવી છે. આપ અને કૉંગ્રેસના ગઠબંધનની અટકળો વચ્ચે કેટલાક મહિનાઓ પહેલા અજય માકનના રાજીનામાની ખબર સામે આવી હતી. ત્યારે પાર્ટીએ ઈનકાર કર્યો હતો. માકન આપ અને કૉંગ્રેસ વચ્ચે ગઠબંધનનો વિરોધ કરતા રહ્યા છે. મીડિયા રિપોર્ટસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે માકન પહેલાંથી જ કોંગ્રેસ અને આપના ગઠબંધનના વિરોધી હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -