દિલ્હી: શેલ્ટર હોમમાં રહેતી બાળકીઓનો આરોપ, સજાના નામે પ્રાઈવેટ પાર્ટમાં ભરવામાં આવતું મરચું
નવી દિલ્હી: દિલ્હી કમિશન ઓફ વૂમન દ્વારા દિલ્હીનાં દ્વારકા આશ્રય ગૃહ માટે એક કમિટિનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેમાં કમિટિને જાણ થઇ છે કે, અહીંનાં સ્ટાફ દ્વારા ઘણી યુવતીઓ અને બાળકીઓ સાથે અભદ્ર વર્તન કરવામાં આવતું હતું. તેમને ડિસિપ્લિનમાં રાખવા માટે અહીંના સ્ટાફ દ્વારા તેમનાં પ્રાઇવેટ પાર્ટમાં મરચું ભરવામાં આવતું હતું.
DCWની મહિલા ટીમે જ્યારે 6થી 15 વર્ષની બાળકીઓ સાથે વાત કરી તો તે બાળકીઓએ જણાવ્યું કે, અહી મહિલા સ્ટફ તેમને સજાનાં ભાગ રૂપે તેમનાં પ્રાઇવેટ પાર્ટમાં મરચું ભરતો હતો. એટલું જ નહીં તેઓ મરચા પાવડર તેમને ખાવા માટે પણ દબાણ કરતાં. જેને કારણે આ બાળકીઓ ખુબજ હતપ્રત હતી. DCWની મહિલા ટીમનાં જણાવ્યાં મુજબ, બાળકીઓ સાથે આ પ્રકારનું વર્તન ખુબજ ગંભીર અને માફ ન કરી શકાય તેવો ગુનો છે.
સ્પેશિયલ પંચે આ રિપોર્ટને દિલ્હી મહિલા આયોગ (ડીસીડબલ્યુ) પ્રમુખ સ્વાતી માલીવાલ સુધી પહોંચાડ્યો હતો. ત્યારબાદ માલિવાલે દ્વારકાના ડેપ્યુટી કમિશનને ફોન કર્યો અને પોતે શેલ્ટર હોમ પહોંચી ગઇ હતી. પોલીસની એક ટીમે ત્યારબાદ બાળકીઓના નિવેદન લીધા હતા.