દિલ્હીમાં ઘૂસ્યા 2 આતંકવાદી, પોલીસે ઠેર-ઠેર બન્નેના પૉસ્ટર ચોંટાડી કર્યા એલર્ટ, જાણો વિગતે
થોડાક દિવસો પહેલા ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યો હતો કે 6-7 આતંકીઓ પંજાબમાં ઘૂસ્યા છે અને ફિરોઝપુરથી દિલ્હી તરફ આગળ વધી રહ્યાં છે. આ બાદ અમૃતસરના નિરંકારી ભવનમાં હુમલો થઇ ગયો હતો.
દિલ્હી પોલીસે જે પૉસ્ટર જાહેર કર્યા છે તેમાં બન્ને આતંકીઓની દાઢી છે, અને આ એક માઇલસ્ટૉનનો સહારો લઇને ઉભા છે. આના પર લખ્યુ છે કે દિલ્હી 360 કિલોમીટર, ફિરોઝપુર 9 કિલોમીટર. બન્ને આતંકીઓની ઉંમર લગભગ 50-50 વર્ષની વચ્ચે છે. સુત્રો અનુસાર આ તસવીર પાકિસ્તાન બોર્ડર પર પાકિસ્તાન તરફથી લેવાયેલી છે.
દિલ્હી પોલીસે પૉસ્ટરમાં બન્ને વિશે સૂચના આપતા અપીલ કરી છે. દિલ્હી પોલીસે મંગળવારે એડવાઇઝરી જાહેર કરતાં કહ્યું કે, સામાન્ય લોકો સતર્ક રહે અને જો તમને કોઇ શંકા જાય તો તરતજ પોલીસને જાણ કરો.
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી પર આતંકી હુમલાનો ખતરો મંડરાઇ રહ્યો છે. દિલ્હી પોલીસે બે સંદિગ્ધ આતંકવાદીઓ દિલ્હીમાં ઘૂસ્યા હોવાની વાત કરી છે, એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. પહાડગંજ સહિત અનેક વિસ્તારોમાં સંદિગ્ધ આતંકીઓના પૉસ્ટર લગાવવામાં આવ્યા છે.