યુવતીને તેનો એક્સ બોયફ્રેન્ડ આપતો હતો ન્યૂડ ફોટા લીક કરવાની ધમકી, પછી મંગેતર સાથે મળીને કર્યું આવું કામ, જાણો વિગત
પ્લાન મુજબ ડોલીએ તેનો એક્સબોય ફ્રેન્ડ રેલવે સ્ટેશન પર મળવા બોલાવ્યો અને ત્યાં આસપાસ ફર્યા હતા. જે બાદ તેઓ બુક કરાવેલી હોટલમાં ગયા હતા. જ્યાં તેમણે ફૂડ અને કોલ્ડ ડ્રિંકનો ઓર્ડર આપ્યો હતો. જ્યારે કુમાર વોશરૂમમાં ગયો ત્યારે ડોલીએ ડ્રિંકમાં ઉઁઘની ગોળીઓ નાંખી દીધી હતી. જેના કારણે તે બેભાન થઈ ગયો હતો. જે બાદ તેણે તેના ફિયાન્સ ચૌધરીને હોટલ પર બોલાવ્યો હતો અને તેની બોડી મથુરાના લક્ષ્મી નગરમાં જૂના યમુના બ્રિજ પરથી નદીમાં ફેંકી દીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડોલીએ પોલીસને કહ્યું કે, આશરે બે વર્ષ પહેલા તે ગ્રેટર નોઇડામાં જોબ માટે ગઈ હતી. જ્યાં તેની મુલાકાત મોહિત માલવી સાથે થઈ હતી. તે એક કંપનીમાં મેનપાવર પૂરો પાડતો હતો. માવીએ તેને 10,000 રૂપિયાની નોકરીની ઓફ કરી હતી. જે બાદ તેણે માવી સાથે રહેવાનું શરૂ કર્યું અને શારિરિક સંબંધ પણ બાંધ્યા. માવી ડોલી સાથે મેરેજ કરવા માંગતો હતો. જેના કારણે તેને બ્લેકમેઇલ કરવા માંડ્યો અને તેના ન્યૂડ ફોટા ફરતા કરી દેવાની ધમકી આપવા લાગ્યો.
મૃતક સુશીલ કુમારના પરિવારજનોએ પોલીસને જણાવ્યું કે, તે એક મહિલા સાથે છ-સાત વર્ષથી રિલેશનશિપમાં હતો અને દોઢ વર્ષ પહેલા તેણે ગ્રેટર નોઇડામાં મોહિત માવી સાથે રહેવાનું શરૂ કર્યું હતું. શુક્રવારે પોલીસે મહિલાના ઘરની તપાસ કરી હતી અને તેને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા. પોલીસ પૂછપરછ દરમિયાન મહિલાએ પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કડકાઈથી પૂછપરછ કરતાં તે ભાંગી પડી હતી અને ગુનો કબૂલી લીધો હોવાનું પોલીસે કહ્યું હતું.
નવી દિલ્હીઃ દિલ્હીમાં એક સનસનીખેન મામલો સામે આવ્યો છે. 21 વર્ષીય મહિલા અને તેના ફિયાન્સની એક્સ બોયફ્રેન્ડને મોતને ઘાટ ઉતારવા બદલ ધરપકડ કરવામાં આવી છે. યુવતીનો એક્સ બોયફ્રેન્ડ તેના ન્યૂડ ફોટા લીક કરી દેવાની ધમકી આપતો હોવાનું પોલીસે જણાવ્યું હતું. આરોપીની ઓળખ 21 વર્ષીય ડોલી ચૌધરી અને તેના 28 વર્ષીય મંગેતર મનીષ ચૌધરી તરીકે થઈ છે. મૃતકના પિતાએ 16 ઓગસ્ટના રોજ નોંધાવેલી ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો હતો.
આ દરમિયાન મનોજ અને ડોલીના સંબધની ખબર પડવા પર મનોજની પત્નીએ પણ 7 ઓગસ્ટે ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી. જે બાદ મનોજ ત્યાંથી ભાગી ગયો. જોકે ડોલી અને મનોજ ફોન દ્વારા એકબીજાના સંપર્કમાં હતા. આ દરમિયાન સુશીલને લાગ્યું કે મનોજ ડોલી સાથે લગ્ન કરશે. તેણે ડોલીને મળવા માટે 11 ઓગસ્ટે મથુરા બોલાવી. ડોલીએ તેનાથી પરેશાન થઈ ચુકી હોવાથી સુશીલન હત્યા કરવાની કાવતરું રચ્યું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -