સામાન્ય લોકોને વધુ એક ફટકો, નોટ બદલવાની મર્યાદા ઘટાડાઈ, જાણો હવે કેટલી રકમ બદલાવી શકાશે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 17 Nov 2016 11:15 AM (IST)
1
નોંધનીય છે કે અગાઉ કોઇ પણ વ્યક્તિ એક દિવસમાં 4500 રૂપિયાની જૂની નોટ બદલાવી શકતા હતા.
2
દરેક બેન્કમાં 500 અને 1000 રૂપિયાની ચલણી નોટો બદલાવવા ફોર્મ ભરવું પડે છે. ફોર્મમાં નોટ બદલાવનાર વ્યક્તિની ઓળખના પુરાવાની વિગત આપવી જરૂરી છે. રિઝર્વ બેન્કે આધાર કાર્ડ, પાન કાર્ડ, નરેગા ઓળખ કાર્ડ, વોટર્સ આઈડી, ડ્રાઇવિંગ લાયસન્સ અને પાસપોર્ટ એ છ દસ્તાવેજને ઓળખના પુરાવા તરીકે માન્યતા આપી છે.
3
નવી દિલ્લીઃ 500 અને 1000ની જૂની નોટ પર પ્રતિબંધ લગાવ્યા બાદના એક સપ્તાહ જેટલો સમય થયો છતાં લોકોને રાહત મળી નથી. લોકો બેન્કો આગળ લાઇન લગાવી પોતાની પાસેની જૂની નોટને એક્સચેન્જ કરાવી રહ્યા છે. લાગે છે કે લોકોને આ મુશ્કેલીઓમાં રાહત મળતા હજુ વધુ સમય લાગશે.