Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
500 અને 1000ની જૂની નોટો વિશે RBI કરી શકે છે લોકો માટે ફાયદાકારક મોટી અને આશ્ચર્યજનક જાહેરાત, જાણો વિગત
આવા લોકો નોટ જમા કરાવવા અંગે રિઝર્વ બેન્કમાં પૂછપરછ કરે છે અથવા જમા કરાવવા માટે ધક્કા ખાય છે. એક વ્યક્તિએ એક પુસ્તકમાં ૧૦૦૦ રૂપિયાની નોટ મૂકી રાખી હતી, જેનું શું કરવું તેવો પ્રશ્ન પણ કર્યો હતો. આવી સાધારણ રકમની જૂની નોટ જમા કરાવવા અંગે વ્યવસ્થા ગોઠવવા માટે વિચારણા ચાલી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૂત્રોએ કહ્યું હતું કે માત્ર ૨૦૦૦ રૂપિયાની કિંમતની જૂની નોટ હોય તેવા પણ ઘણાં લોકો છે, જેમનું નોટ જમા ન કરાવવા પાછળ વાજબી કારણ પણ છે. આવા લોકોને નોટ જમા કરાવવાની એક તક આપવા અંગે વિચારણા ચાલી રહી છે. સૂત્રોએ કહ્યું કે ઘણાં લોકોને ઘરના કોઈને કોઈ ખૂણામાં વર્ષોથી મૂકી રાખેલી ૫૦૦ કે ૧૦૦૦ રૂપિયાની જૂની નોટ મળે છે.
નોટબંધીનો ૫૦ દિવસનો સમય વીતી ગયા પછી પણ મોટી સંખ્યામાં લોકો તેમની જૂની નોટ જમા કરાવવા અંગે રિઝર્વ બેન્કના ધક્કા ખાઈ રહ્યા છે જેમને પાછા તગેડવામાં આવી રહ્યા છે. વળી અનેક લોકો સતત આ અંગે રિઝર્વ બેન્કમાં અને બેન્કોમાં પૂછપરછ કરી રહ્યા છે અને રાહતની માગણી કરી રહ્યા છે.
નવી દિલ્હીઃ લોકોને રદ્દ થયેલ 500 અને 1000 રૂપિયાની જૂની નોટ જમા કરાવવા માટે વધુ એક તક મળી શકે છે. આરબીઆઈ મર્યાદિત સમય માટે જૂની નોટ જમા કરાવવાની વ્યવસ્થા કરી શકે છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર લોકોને પડી રહેલી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને આરબીઆઈ આ નિર્ણય લઈ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -