રિઝર્વ બેન્કના આ ફતવાથી રાજ્યના લાખો ખેડૂતોની હાલત કફોડી, જાણો શું થશે ખરાબ અસર
નિષ્ણાંતોના મતે જિલ્લા સહકારી બેન્કો જૂની નોટો લઈ શકશે નહીં અને નવી નોટો આપી શકશે નહીં તો ગામડાઓનું અર્થતંત્ર ભાંગી પડશે. જોકે, અર્બન, નાગરિક, શીડ્યુલ સહિતની કો-ઓપરેટીવ બેન્કોમાં કોઇ પણ વ્યક્તિ રૂપિયા એક્સચેન્જ કરી શકશે અથવા પોતાના રૂપિયા ડિપોઝીટ કરી શકશે.
RBIના જનરલ મેનેજર એ.કામથે જારી કરેલા ઉક્ત સરક્યુલરનો નેશનલ ફેડરેશન ઓફ સ્ટેટ કો.ઓપરેટિવ બેન્કના પ્રમુખ તથા પૂર્વ સહકારી મંત્રી અને ભાજપના નેતા દિલીપ સંઘાણીએ વિરોધ કર્યો હતો.
રિઝર્વ બેન્કના આ નિર્ણયથી ગામડાના લોકો અને ખેડૂતો સૌથી વધુ પરેશાન થાય તેવી સંભાવના છે. કારણ કે ગામડાઓના લોકો અને ખેડૂતો સહકારી બેન્કો મારફતે જ પોતાનો આર્થિક વહીવટ કરતા હોય છે. રાજ્યના 18 જિલ્લાઓમાં 1300 બેન્કો આવતીકાલથી જૂની નોટોનો કોઈ વ્યવહાર કરી નહીં શકે.
નવી દિલ્લીઃ કેન્દ્રની મોદી સરકારે કાળા નાણાને નાથવા માટે ચલણમાં રહેલી 500 અને 1000ની જૂની નોટો પર પ્રતિબંધ મુક્યા બાદ દેશમાં ખળભળાટ મચી ગયો છે. જોકે, રાજ્યમાં એવી ચર્ચા ચાલતી હતી કે કાળા નાણા ધરાવતા નેતાઓ અને અધિકારીઓ સહકારી બેન્કોમાં પોતાની પાસે રહેલી બેનામી રકમને વ્હાઇટ કરી શકે છે તેવી ચર્ચા બાદ રિઝવ બેન્કે જિલ્લાની સહકારી બેન્કોમાં જૂની નોટો એક્સચેન્જ કે ડિપોઝીટ કરવા પર પ્રતિબંધ મુકી દીધો હતો.