✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અવળી ગંગાઃ દેશના આ ક્ષેત્રમાં 500 અને 1000ની જૂની નોટના બદલમાં મળે છે વધારે રકમ, જાણો શું છે કારણ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Dec 2016 07:39 AM (IST)
અવળી ગંગાઃ દેશના આ ક્ષેત્રમાં 500 અને 1000ની જૂની નોટના બદલમાં મળે છે વધારે રકમ, જાણો શું છે કારણ
1

આઠ નવેમ્બર પીએમ નરેન્દ્ર મોદીએ નોટબંધીની જાહેરાત કરી હતી. તે પછી કોલકાતાના વ્યાપારી સમુદાયે જૂની નોટ બદલવા અથવા તેનો કેટલોક ભાગ બેંકોમાં જમા કરવા માટેનો તમામ સંભવ પ્રયાસ કર્યો હતો. હવે માત્ર ચાર દિવસ જ બાકી છે ત્યારે તેમને કેશ ઇન હેન્ડ બતાવવા માટે રોકડ ઘણી ઓછી બચી છે. આવક વેરા અધિકારીઓને જાણવા મળ્યું છે કે કેટલીક કંપનીઓની બેલેન્સ શીટમાં મોટાપાયે કેશ ઇન હેન્ડ દર્શાવાયું છે.

2

બેલેન્સ શીટમાં કેશ ઇન હેન્ડનો મતલબ છે કે કંપનીની પાસે નોટો કે સિક્કાઓના રૂપમાં કેટલા પૈસા છે. સામાન્ય બોલચાલની ભાષામાં કહી શકાય છે કે કેશ ઇન હેન્ડ નાના-નાના ખર્ચા માટે મૂકવામાં આવેલી રોકડ રકમ છે જેને બેંકમાં જમા કરાવી શકાતી નથી. જોક તેનો મતલબ એમ બિલકુલ નથી કે પૈસા કોઇ ડ્રોઅરમાં પડ્યા નથી હોતા.

3

જોકે આ તમામ ખેલને સમજનારા કહે છે કે માત્ર કાગળ પર ચાલતી શેલ કંપનીઓનું આ તિકડમ છે. દર ત્રણ મહિને બેલેન્સ શીટમાં તેમણે કેશ ઇન હેન્ડ અર્થાત હાથ પરની રોકડ દર્શાવવી પડે છે. એકાઉન્ટન્સીના નિષ્ણાતો કહે છે કે ૩૧ ડિસેમ્બરે પૂરા થઇ રહેલા ત્રિમાસિક ગાળા પહેલાં આ રોકડ દર્શાવવા માટે તેઓ જૂની નોટો વધુ નાણાં આપીને પણ લઈ રહી છે.

4

કોલકાતાઃ મોદી સરકારના નોટબંધીના નિર્ણય બાદ એક બાજુ બેંકમાં જૂની 500 અને 1000 રૂપિયાની નોટ બદલવા અને ખાતામાં જમા કરાવવા માટે લાંબી લાંબી લાઈનો લાગી રહી છે તો બીજી બાજુમાં દેશમાં એક જગ્યા એવી પણ છે જ્યાં નોટો નોટો બદલાવવા પર તમને વધારે રકમ મળી રહી છે. કોલકાતાના ટ્રેડિંગ હબ એવા બડા બજારમાં આ જૂની નોટો તેમની કિંમતથી વધુ ભાવ આપીને ખરીદવામાં આવી રહી છે. અહીં જૂની ૫૦૦ની નોટને બદલે ૫૫૦ રૂપિયા મળી રહ્યા છે. એવી જ રીતે ૧૦૦૦ની નોટના ૧૧૦૦ મળે છે.

5

મંગળવારે બડા બજારના દુકાનો પાસે ત્રણ લોકોને નવી નોટો સાથે જોવામાં આવ્યા હતા. આ લોકોને એક મહિના અગાઉ પણ અહીં દેખાયા હતા ત્યારે એ લોકો ૧૦૦૦ની જૂની નોટ ૮૦૦-૮૫૦માં ખપાવી રહ્યા હતા. પરંતુ અચાનક આ ઉલટું રાજકારણ તેમને સમજાતું નથી.

  • હોમ
  • India-news
  • દેશ
  • અવળી ગંગાઃ દેશના આ ક્ષેત્રમાં 500 અને 1000ની જૂની નોટના બદલમાં મળે છે વધારે રકમ, જાણો શું છે કારણ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.