‘કાળી ગોળી’ આપી સેવકોને બાબા કરતો નપુંસક, જાણો કોણે કર્યા ખુલાસો

ચોહાણનો દાવો છે કે તેની સાથે લગભગ 400 ડેરા અનુયાયિઓને નપુંસક બનાવી દેવામાં આવ્યા હતા. 37 વર્ષના હંસરાજ તે સમયે 15 વર્ષના હતા, ત્યારે તેમના મા-બાપ તેમને ડેરા સચ્ચા સોદામાં લઈ ગયા હતા. સેવાદાર હંસરાજે કહ્યું કે રામ રહીમ શરૂઆતમાં મને થોડાક દિવસો સુધી એક કાળી ગોળી આપતા હતા. તેના પછી મારું બ્રેન વૉશ કરીને મને સમજાવીને ઓપરેશન કરીને નપુંસક બનાવી દેવામાં આવ્યો હતો.
રામ રહીમ વિરુદ્ધ ડેરાના લગભગ 400 ડેરા અનુયાપીઓને નપુંસક બનાવવાના મામલામાં પંજાબ અને હરિયાણાની કોર્ટમાં સૂનાવણી થઈ હતી. જેમાં તેને 10 વર્ષની જેલની સજા આપવામાં આવી છે. અરજીકર્તા ફતેહાબાદ નિવાસી હંસરાજ ચોહાણે આજે અહીં આ વાતની જાણકારી આપી હતી. તેમને જણાવ્યું કે આ મામલો તેમને સાત જુલાઈ 2012એ ઉચ્ચ ન્યાયાલયમાં દાખલ કર્યો હતો. તે અત્યાર સુધી ડેરા દ્વારા નપુંસક બનાવવામાં આવેલા 166 અનુયાયીઓની યાદી કોર્ટને સોંપી ચૂક્યા છે. તેમને દાવો કર્યો છે કે ડેરા પ્રમુખના આદેશ પર જ ડેરાના ડોક્ટરો ઓપરેશન કરીને નપુંસક બનાવતા હતા.
હિસાર: રેપ કેસમાં દોષી સચ્ચા સોદા પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. રામ રહીમ સિંહના એક જૂના સેવાદાર હંસરાજ ચોહાણે એક નવો ખુલાસો કર્યો છે કે બાબા પોતાના પુરુષ ચેલાઓને નપુંસક બનાવી દેતા હતા. આ વાતનો ખુલાસો કરનાર સેવાદારનું નામ હંસરાજ છે. હંસરાજ ચૌહાણ 1990થી ડેરા સચ્ચા સોદા સાથે જોડાયેલો છે અને તેને 2000માં નપુંસક બનાવવામાં આવ્યો હતો.