મહારાષ્ટ્ર CMના પત્ની પોલીસની સૂચનાની ઐસીતૈસી કરીને ક્રુઝમાં આગળ જઈને સેલ્ફી લેતા હતાં, જુઓ તસવીરો
ક્રુઝ પર હાજર અમૃતાના બોડીગાર્ડ અને ડીસીપી રશ્મિ કરંદીકર તેમને આ જીવના જોખમે સ્ટંટ કરવાથી રોકવાની કોશીશ કરી હતી. પરંતુ અમૃતાએ સેલ્ફી લેવાના ચક્કરમાં પોતાનો જીવ જોખમાં મુકી દીધો હતો અને અધિકારીઓ પણ ટેન્શનમાં મુકાઈ ગયા હતાં.
સેલ્ફી સ્ટંટ જોઈને સુરક્ષા અધિકારીઓના હોશ ઉડી ગયા હતાં. અમૃતા ફડણવીસ જ્યાં ઉભી હતી ત્યાં પાણી બહુ જ નજીક હતું.
સીએમ ફડણવીસની પત્ની અમૃતા પોતાનો જીવ જોખમમાં મુકીને શિપના છેડા પર પહોંચી ગઈ હતી અને સેલ્ફી લેવામાં વ્યસ્ત હતી.
ક્રુઝની યાત્રા દરમિયાન સીએમ અને કેન્દ્રીય મંત્રી જ્યાં નજારાનો આનંદ માણી રહ્યા હતા ત્યારે સીએમની પત્ની અમૃતા સેલ્ફી લેવામાં વ્યસ્ત હતી.
ક્રુઝના ઉદઘાટનના અવસર પર મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ, પત્ની અમૃતા ફડણવીસ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી હાજર રહ્યા હતાં.
શનિવારે મુબંઈથી ગોવાની વચ્ચે ડોમેસ્ટિક ક્રુઝ સેવાના શુમારંભ કાર્યક્રમમાં એક જોરદાર સ્ટંટ જોવા મળ્યો હતો. જે જોઈને અધિકારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.