અબજોપતિ ગુજરાતી હીરાના વેપારીની હત્યાના કેસમાં હૉટ એક્ટ્રેસની ધરપકડ, બીજી એક્ટ્રેસ-બાર ગર્લ્સના સંપર્કમાં હતા, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉદાણી બારગર્લ્સ અને ટીવી સિરિયલની અભિનેત્રીના સંપર્કમાં હતા. ઉદાણી બારગર્લ્સ અને ટીવી સિરિયલમાં કામ કરતી અનેક અભિનેત્રી સાથે સંપર્કમાં હોવાની માહિતી મળી હતી. પોલીસે ઉદાણીનો કોલ રેકોર્ડ તપાસતાં મુંબઈ, નવી મુંબઈ અને રાયગડની અનેક બારગર્લ્સના સંપર્કમાં ઉદાણી હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.
મુંબઈઃ ઘાટકોપરના અબજોપતિ હીરાના વેપારી રાજેશ્વર ઉદાણીની હત્યા પ્રકરણે મુંબઈની પંતનગર પોલીસે મહારાષ્ટ્રના હાઉસિંગ પ્રધાન પ્રકાશ મહેતાના ભૂતપૂર્વ પી.એ. સચિન પવારની ધરપકડ કરી છે. સચિન પવાર હાલમાં પ્રકાશ મહેતા સાથે કામ નથી કરતો પણ ઘાટકોપરમાં તે ભાજપમાં સક્રિય હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
સચિન ગુવાહાટીમાં અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્ય સાથે હતો. દેવોલીનાએ અનેક સિરિયલોમાં ભૂમિકા ભજવી છે, પણ ‘સાથ નિભાના સાથિયા’ની ગોપી બહુ તરીકે તે વધુ લોકપ્રિય થઇ છે. પોલીસે દેવોલીનાની પણ ધરપકડ કરી છે અને ઉદાણી હત્યામાં તેની શી ભૂમિકા છે તેની તપાસ હાથ ધરી હતી.
સચિન પવારની ઉદાણીની હત્યાના કેસમાં ગુવાહાટી ધરપકડ કરવામાં આવી પછી પોલીસે દેવલીના સહિત ઓછામાં ઓછા 25 જણની પૂછપરછ કરી છે. પોલીસે દેવલીનાનું પણ નિવેદન લીધું છે. દેવલીના અને સચિન વચ્ચે શું સંબંધ છે તેની તપાસ પણ ચાલી રહી છે. સાથે સાથે ઉદાણીના દેવલીના સાથેના સંબંધોની પણ તપાસ ચાલી રહી છે.
રાજેશ્વર ઉદાણીના ગુમ થયાના એક અઠવાડિયા બાદ હત્યા કરાયેલો તેમનો મૃતદેહ પનવેલ નજીકથી મળ્યો હતો. ઉદાણીની હત્યા રૂપિયા 70 હજારના વિવાદને કારણે થઇ હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી હતી. 70 હજાર રૂપિયાની લેવડ-દેવડને કારણે ઉદાણીની કોઇની સાથે માથાકૂટ ચાલી રહી હતી, એવું પોલીસને જાણવા મળ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -