'વરૂણ ગાંધી વિદેશી વેશ્યાઓ-એસ્કોર્ટ્સ સાથે સેક્સ માણતા હોય તેની તસવીરો લઈ બ્લેકમેઈલ કરાયા' , હની ટ્રેપ મુદ્દે થયા બીજા ક્યા આક્ષેપો
એક આરોપ પ્રમાણે, વરુણ ગાંધી ડિફેંસ કંપનીઓની પ્રાઈવેટ પાર્ટીઓમાં પણ ગયા હતા. જ્યાં તેમણે એસ્કોર્ટ ગર્લ્સ સાથે સંબંધો પણ બાંધ્યા હતા. આ દરમિયાન વર્માએ વરુણની કેટલીક આપતિજનક તસવીરો ક્લિક કરી હતી. જેના મારફતે વર્મા વરુણને બ્લેકમેઇલ કરી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2008માં અભિષેકના જેલમાંથી છૂટ્યા બાદ પણ વરૂણ ગાંધી 2012 સુધી અભિષેક વર્માના ફાર્મ હાઉસ પર જતા હતા. જ્યાં ડિફેંસ કંપનીઓના અધિકારીઓ ઉપરાંત વિદેશી અસ્કોર્ટસ પણ હાજર રહેતી હતી. નોંધનીય છે કે એડમંડ્સ એલન અમેરિકન વકીલ છે. અગાઉ અભિષેક વર્મા અને એડમંડ્સ પાર્ટનર હતા.
અહેવાલ અનુસાર, પ્રશાંત ભૂષણે આ ચિઠ્ઠી સાર્વજનિક કરી હતી. જેમાં જણાવ્યા પ્રમાણે, અભિષેક વર્મા ડિફેન્સની માહિતી મેળવવા માટે વરુણને બ્લેકમેઇલ કરી રહ્યા છે. નોંધનીય છે કે વરુણ ગાંધી ડિફેન્સ કંસલ્ટેટિવ કમિટીના સભ્ય છે.
નવી દિલ્લીઃ ઉત્તરપ્રદેશના સુલતાનપુરથી ભાજપના સાંસદ વરુણ ગાંધી પર હનીટ્રેપમાં ફસાઇને ડિફેન્સની માહિતી લીક કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સ્કોર્પિયન સબમરીન મામલે વ્હીસલ બ્લોઅર એડમંડ્સ એલને વડાપ્રધાન ઓફિસને પત્ર લખ્યો છે. જેમાં તેણે લખ્યુ છે કે આર્મ્સ ડિલર અભિષેક વર્માએ વરુણને હનીટ્રેપમાં ફસાઇને ગુપ્ત માહિતીઓ મેળવી હતી. જોકે વરુણ ગાંધીએ પોતાના પર લાગેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. સ્વરાજ અભિયાનના નેતા પ્રશાંત ભૂષણ અને યોગેન્દ્ર યાદવે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સ કરીને આ બાબતે ખુલાસાઓ કર્યા હતા.
ભૂષણે જણાવ્યુ કે એલને પુરાવા સ્વરૂપે ડઝનેક ફોટોગ્રાફ્સ અને સીડી વડાપ્રધાન ઓફિસને મોકલી છે. બીજી તરફ વરુણના કહેવા પ્રમાણે, તેઓ 2004થી વર્માને મળ્યા નથી. છેલ્લી વખત તેઓ વર્માને મળ્યા ત્યારે તેમની ઉંમર 22 વર્ષની હતી. તેઓ વર્માને એક સાંસદના દીકરા તરીકે જાણતા હતા. વરુણ ગાંધીએ પ્રશાંત અને યોગેન્દ્ર વિરુદ્ધ માનહાનિ કેસની ધમકી પણ આપી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -