મધ્ય પ્રદેશમાં 100 કરોડ ખર્ચીને કૉંગ્રેસની સરકાર પાડવા માંગે છે ભાજપ, જાણો કોણે આપ્યું આ નિવેદન
દિગ્વિજય સિંહના આરોપો પર મિશ્રાએ કહ્યું, તેઓ ઘણા સમયથી આ પ્રકારના આરોપ લગાવી રહ્યા છે. હું કોઈ ઢાબા પર નથી ગયો. તેમની પાસે પૂરાવા હોય તો તેમણે આ મામલે કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હી: કૉંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે ભાજપના નેતાઓ પર મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસની સરકાર પાડવા માટે કૉંગ્રેસના એક ધારાસભ્યને 100 કરોડ રૂપિયા આપવાના પ્રસ્તાવનો આરોપ લગાવ્યો છે. દિગ્વિજય સિંહે કહ્યું, મૈહરથી ભાજપના ધારાસભ્ય નારાયણ ત્રિપાઠીએ મુરૈના જિલ્લાના સંબલગઢથી કૉંગ્રેસના ધારાસભ્ય બૈજનાથ કુશવાહ સાથે સંપર્ક કર્યો અને તેમને એક ઢાબા પર લઈ ગયા હતા. જ્યાં ભાજપ નેતા અને પૂર્વ મંત્રી નરોત્તમ મિશ્રા અને વિશ્વાસ સારંગનને કુશવાહ સાથે મુલાકાત કરી અને કૉંગ્રેસની સરકાર પાડવા માટે 100 કરોડ રૂપિયા આપવાનો પ્રસ્તાવ આપ્યો હતો. આ સાથે જ બંનેએ ભાજપની બનનારી નવી સરકારમાં મંત્રી પદ આપવાની લાલચ પણ કુશવાહને આપી હતી.
કૉંગ્રેસના ઘણા ધારાસભ્યોને આ પ્રકારની લાલચ આપવામાં આવતી હોવાના દાવા સાથે દિગ્વિજય સિંહે કહ્યું, ભાજપના નેતાઓએ કુશવાહને તૈયાર ઉભેલા ચાર્ટર પ્લેનમાં સાથે આવવાનું કહ્યું, પરંતુ કુશવાહે તેનો ઈન્કાર કર્યો હતો. તેમણે કહ્યું, શિવરાજ સિંહ ચૌહાણ વિચલિત છે કારણ કે તેઓ પોતાની હારને પચાવી નથી શક્તા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -