ભાજપના આ ટોચના નેતાએ કહ્યું: મમતા દેશનાં પહેલાં બંગાળી વડાપ્રધાન બની શકે છે........જાણો વિગત
કોલકાતા: મુખ્યમંત્રી મમતા બેનર્જીના વખાણ ભાજપના પશ્ચિમ બંગાળના ભાજપના પ્રમુખ દિલીપ ઘોષે કર્યા છે. તેમણે શનિવારે કહ્યું, તૃણમુલ કૉંગ્રેસના સુપ્રીમો અને મુખ્યમંત્રી મમતા બેનર્જી દેશનાં પહેલાં બંગાળી વડાપ્રધાન બની શકે છે. મમતા બેનર્જીને જન્મદિવસની શુભકામનાઓ આપતા દિલીપ ઘોષે કહ્યું, તેઓ તેમના સારા સ્વાસ્થ્ય અને જિંદગીમાં સફળ થવાની દુઆ કરે છે. કારણ કે અમારા રાજ્યનું ભવિષ્ય તેમની સફળતા પર નિર્ભર કરે છે.
તેમણે કહ્યું, અમે ઈચ્છીએ છીએ કે તેઓ ફિટ રહે એટલે સારૂ કામ કરી શકે. તેમણે ફિટ રહેવાની જરૂર છે કારણ કે જો કોઈ બંગાળી વડાપ્રધાન બનવાની સંભાવનાઓ છે તેમાં તેઓ એક છે.
આ પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ વિપક્ષના પ્રધાનમંત્રી પદના ઉમેદવારના મુદ્દે કહ્યું હતું કે 2019 લોકસભા ચૂંટણી બાદ જ ચર્ચા થઈ શકે છે. મમતા બેનર્જીનું આ નિવેદન એ સમયે આવ્યું હતું જ્યારે દ્રમુક અધ્યક્ષ એમ કે સ્ટાલિને રાહુલ ગાંધીનું નામ વિપક્ષના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેરાત કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.