અવિશ્વાસ પર ધમાસાનઃ ચર્ચા પહેલા BJPએ સાંસદોને વ્હિપ આપ્યું, કોંગ્રેસે કહ્યું- અમારી પાસે છે સંખ્યાબળ
ગઇકાલે સોનિયા ગાંધીએ કહ્યું કે કોણ કહે છે અમારી પાસે સંખ્યાબળ નથી. અમે ખુશ છીએ કે લોકસભા અધ્યક્ષાએ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસનો સ્વીકાર કરી લીધો છે.
લોકસભામાં શુક્રવારે સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થવાની છે. બન્ને બાજુએ પોતપોતાના પક્ષમાં બહુમતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. અલગ અગગ પાર્ટીઓ પોતાની રણનીતિને લઇને આજે વિચાર વિમર્શ કરીને અંતિમ નિર્ણય લઇ શકે છે.
જોકે, અવિશ્વાસ પ્રસ્તાવ પર સરકારે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, તો વળી યુપીએની સોનિયા ગાંધીએ કહ્યું કે, કોન કહે છે અમારી પાસે સંખ્યા નથી, અમારી પાસે પુરતુ સંખ્યાબળ છે.
નવી દિલ્હીઃ સંસદના મૉનસૂચન સત્રનો આજે બીજો દિવસ છે, મોદી સરકાર વિરુદ્ધ પહેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર કાલે થનારી ચર્ચા પહેલા બીજેપીએ પોતાના સાંસદોને વ્હિપ જાહેર કરી દીધું છે. સંસદનો ચોમાસુ સત્રના પહેલા જ દિવસે લોકસભા અધ્યક્ષ સુમિત્ર મહાજને સરકાર વિરુદ્ધ વિપક્ષની અવિશ્વાસ પ્રસ્તાવની દરખાસ્ત-નોટિસને ચર્ચા અને વૉટિંગ માટે સ્વીકાર કરી લીધી હતી.