અયોધ્યામાં યોગી આદિત્યનાથ ઉજવશે ઈતિહાસની સૌથી મોટી દિવાળી, સરયૂના કાંઠે 1.75 લાખ દિવા ઝગમગશે
અયોધ્યામાં સરયૂનું ખૂબ જ મોટું ધાર્મિક મહત્ત્વ છે. યોગી આદિત્યનાથ અહીં સરયૂની આરતી ઉતારશે. તેના માટે રામની પૌડીની પાસે ખાસ તૈયારી કરવામાં આવી છે. ભગવાન રામના અધ્યોધ્યા આવવા પર અહીં બે લાખ જેટલા દિવા પ્રગાટવવામાં આવશે. સરકારે 60 કુંભારોને દિવાની જવાબદારી સોંપી છે. આ કુંભાર રાત-દિવસ એક કરીને દિવા બનાવવામાં લાગ્યા છે.
આ અવસર પર સરયૂ ઘાટ પર અંદાજે 1.75 લાખ દિવડા પ્રગાટવવામાં આવશે. ઉપરાંત આજે અહીં લેઝર શો ઉપરાં રામલીલાનું આયોજન પણ થશે જેના માટે થાઈલેન્ડ અને શ્રીલંકાથી કલાકાર અહીં આવી પહોંચ્યા છે. આ અવસર પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યા માટે અનેક યોજનાઓની પણ શરૂઆત કરશે. કહેવાય છે કે, ત્રેતા યુગમાં 14 વર્ષના વનવાસ બાદ લંકા વિજય કરીને અયોધ્યા પરત ફરેલ ભગવામ રામનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું અને રામની નગરીને દિવાઓથી સજાવવામાં આવી હતી.
અયોધ્યાઃ અયોધ્યામાં ઈતિહાસની સૌથી મોટી દિવાળીની ઉજવણીની તૈયારી ચાલી રહી ચે. ભગવાન રામના આગમન માટે અયોધ્યા સંપૂર્ણ રીતે તૈયાર છે. સરયૂ નદી પર રામ કી પૈડીમાં આજે દીપ ઉત્સવ મનાવવામાં આવશે. અયોધ્યામાં તૈયારી એવી છે જાણે ભગવાન રામના વનવાસમાંથી પરત ફર્યા બાદ અહીં દિવાળી મનાવવામાં આવી હતી. બસ પુષ્પક વિમાનની જગ્યાએ માત્ર રામ અને સીતા હેલીકોપ્ટરથી અયોધ્યા આવશે, જેનું મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતાની કેબિનેટની સાથે રાજતિલક કરશે.