જમ્મુ-કાશ્મીરમાં પોલીસનો કડક આદેશ, કહ્યું- 10 દિવસમાં વૉટ્સએપના દરેક ગ્રુપ એડમીને કરાવવું પડશે રજિસ્ટ્રેશન, હિંસા થશે તો જવાબદાર
રાણાના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, 'વૉટ્સએપ ગ્રુપ એડમિને રજિસ્ટ્રેશન કરાવતી વખતે પોતાના ગ્રુપના બધા મેમ્બર્સની માહિતી આપવી પડશે.' આ ઉપરાંત વૉટ્સએપ ગ્રુપમાં મોકલેલી કોઇપણ માહિતી, વીડિયો, ફોટો શેર કરતી વખતે કોઇપણ પ્રકારનો પ્રૉબ્લમ થાય તો એડમીને આવવું પડશે. આ સાથે વૉટ્સએપ ગ્રુપ દ્વારા વિસ્તારમાં કોઇપણ જગ્યાએ કોઇપણ પ્રકારની હિંસા કે ટેન્શન થાય તો તેની માહિતી એડમીને પોલીસને આપવી પડેશે.
ત્યારબાદ ડીએમ તરફથી આદેશ રજૂ કરવામાં આવ્યો, જેમાં કહેવામાં આવ્યું કે, 'સોશ્યલ મીડિયા પર અભિવ્યક્તિની સ્વતંત્રતા વધુ જરૂરી છે, પણ આમાં પણ કેટલીક જવાબદારી અને પ્રતિબંધ હોવા જોઇએ. એટલે સોશ્યલ મીડિયા ગ્રુપના એડમિનને આ જવાબદારીને ઉઠાવવા માટે તૈયાર રહેવું જોઇએ.'
ખરેખરમાં, કિશ્તલવાડ જિલ્લામાં એસએસપી અબરાર ચૌધરીએ ડીએમ રાણાને એક રિપોર્ટ સોંપ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, 'વૉટ્સએપ ગ્રુપ દ્વારા જ અફવાઓ, ખોટી માહિતીઓ અને અપુરતા સમાચારો ફેલાય છે.'
એક અંગ્રેજી ન્યૂઝપેપરમાં છપાયેલી સ્ટૉરી અનુસાર, આવું એટલા માટે કરવામાં આવી રહ્યુ છે, કારણ કે વૉટ્સએપ દ્વારા ફેલાવવામા આવતી ખોટી અફવાઓને રોકી શકાય.
નવી દિલ્હીઃ વૉટ્સએપ દ્વારા હિંસા ફેલાવવાની વધતી જતી ઘટનાઓને અટકાવવા માટે હવે તંત્ર કડક થયું છે. જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં ડીએમ અંગ્રેજ સિંહ રાણાએ આદેશ આપીને દરેક વૉટ્સએપ ગ્રુપ એડમીનને 10 દિવસની અંદર રજિસ્ટ્રેશન કરાવવાનું કહી દીધું છે. જો કોઇ એડમીન રજિસ્ટ્રેશન નથી કરાવતું તે તેની સામે આઇટી એક્સ, સાયબર લૉ, આરપીસી (રણબીર પેનલ કૉડ) અંતર્ગત કેસ નોંધવામાં આવી શકે છે.