DMK ચીફ કરૂણાનિધિનું નિધન, દક્ષિણની રાજનીતિના હતા પિતામહ; તમિલનાડુમાં 7 દિવસનો રાજકીય શોક
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચાલુ વર્ષે 3 જૂનના રોજ કરૂણાનિધિએ તેમનો 94મો બર્થ ડે ઉજવ્યો હતો. તેઓ પાંચ વખત તમિલનાડુના મુખ્યમંત્રી રહ્યા છે.
કરૂણાનિધિ 29 જુલાઈની ચેન્નઈની કાવેરી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ હતા અને ત્યાં તેમની સારવાર ચાલી રહી હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિત દેશના અનેક દિગ્ગજ નેતાઓ આ પહેલા કરૂણાનિધિની મુલાકાત લઈ ચુક્યા હતા.
દક્ષિણની રાજનીતિના પિતામહ કહેવાતા કરૂણાનિધિની તબિયત કથળી હોવાના અહેવાલ મળતાં જ સોમવારથી તેના સમર્થકો ચેન્નઈની કાવેરી હોસ્પિટલ અને તેમના નિવાસ સ્થાને ઉમટી પડ્યા હતા.
ચેન્નઈઃ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને ડીએમકે પ્રમુખ એમ કરુણાનિધિનું મંગળવારે સાંજે 6.10 કલાકે અવસાન થયું હતું. તેઓ 94 વર્ષના હતા. કરૂણાનિધિની તબિયત સોમવારે વધારે કથળી હતી અને હોસ્પિટલ દ્વારા એક બુલેટિન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે આગામી 24 કલાક તેમના માટે મહત્વના છે. તેના પર નજર રાખવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કરૂણાનિધિના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -