સ્ટાલિન બનશે DMK અધ્યક્ષ, આજે ચેન્નઈમાં પાર્ટીની મહત્વની બેઠક
પાર્ટીમાં અધ્યક્ષ પદ માટે માત્ર સ્ટાલિને નામાંકન કર્યું છે. અત્યાર સુધીમાં ડીએમકેના ઈતિહાસમાં સ્ટાલિન પાર્ટીના અધ્યક્ષ પદ સંભાળનાર બીજા નેતા હશે. આ પહેલા કરૂણાનિધિએ 49 વર્ષ સુધી પાર્ટીના અધ્યક્ષ રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન આશરે 5 હજાર કરતા વધારે કાર્યકર્તાઓ હાજર રહી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકરૂણાનિધીના ઉત્તરાધિકારી બનવા DMK ના પ્રમુખપદ માટે સ્ટાલિને આજે ઉમેદવારી પત્ર ભર્યો હતો. સ્ટાલિનને 2017માં કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.
સ્ટાલિનના ભાઈ અલાગિરીએ ચેતાવણી આપી છે કે જો તેમને પાર્ટીમાં જગ્યા નહી મળે તો પરીણામ ભોગવવા માટે તૈયાર રહે.
ચેન્નઈ: તમિલનાડૂના રાજકારણમાં આજે પેઢી પરિવર્તન થવા જઈ રહ્યું છે. ડીએમકે પ્રમુખ અને તમિલનાડૂના પૂર્વ મુખ્યમંત્રી એમ. કરૂણાનિધિના નિધન બાદ આજે તેમના પુત્ર એમ.કે. સ્ટાલિન ઔપચારિક રીતે પાર્ટીની કમાન સંભાળશે. સ્ટાલિન ખૂબ લાંબા સમયથી કાર્યકારી અધ્યક્ષ તરીકે પાર્ટીને ચલાવી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -