જૂની નોટો બદલવા માટે અપાઈ મોટી રાહત, આઈડી કાર્ડ મુદ્દે રીઝર્વ બેંકે શું કર્યો આદેશ? જાણો
મોટા ભાગની બેંકોનો દાવો છે કે જેમનું બેંકમાં ખાતું છે તેમની પાસે અમે પ્રૂફની ફોટોકોપી નથી માંગતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે નોટો બંદ કરવાની જાહેરાત કરી ત્યારે નોટો બદલવા માટે આઈડી સાથે રાખવું જરૂરી છે તેમ જણાવ્યું હતું. જાહેરનામામાં પણ લખાયું હતું કે નોટ બદલવા બેંકમાં જનારે ઓળખપત્ર રાખવું પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબેંકોની બહાર લાંબી લાઇનમાં ઉભા રહ્યા પછી પોતાનો વારો આવે ત્યારે આઈડીની ફોટો કોપી માગવામાં આવે એટલે લોકોની હાલત બગડી જતી હોય છે. લોકોએ છેક છેલ્લી ઘડીએ પોતાના આઈડી કાર્ડની ફોટો કોપી કઢાવવા માટે દોડધામ કરવી પડે છે ને તેમાં પરેશાની વધારે થાય છે.
અમદાવાદઃ લોકો બેંકોમાં 500 અને 1000 રૂપિયાની જૂની નોટો બદલવા કલાકો લાઈનોમાં ઉભા રહે છે ત્યારે રિઝર્વ બેંકે લોકોને બહુ મોટી રાહત આપતાં સ્પષ્ટતા કરી છે કે 500 અને 1000 રૂપિયાની જૂની નોટો બદલવા બેંકમાં જનારાં લોકોએ પોતાની આઇડીની ફોટો કોપી આપવી જરૂરી નથી.
રિઝર્વ બેંકે કહ્યું છે કે, લોકો જો બેંકમાં જ અસલી ઓળખપત્ર, આધાર કાર્ડ કે કોઇપણ પ્રૂફ બતાડે તો તે પૂરતું છે. તેની ફોટો કોપી બેંકને આપવાની જરૂર નથી. રિઝર્વ બેંકની જાણમાં આવ્યું છે કે, ફોટો કોપીના કારણે લોકોને તકલીફો પડે છે ને તેની ઝેરોક્સ કોપી કઢાવવામાં પણ લોકોનો બહુ સમય બગડે છે.
રિઝર્વ બેંકે કહ્યું છે કે, લોકોએ બેંકમાં માત્ર પોતાની ઓરીજીનલ આઇડી કાર્ડ જ બતાડવાનાં રહેશે. નોટ બદલવા આવેલા લોકો બેંકને રિકિવીજીશન સ્લીપ પર પોતાની ડિટેઈલ્સ અને નંબર આપે તેને ટેલર ડોકયુમેન્ટ સાથે મેચ કરાશે. એ સિવાય આઈડીની બીજી કોઈ જરૂરીયાત રીઝર્વ બેંકને નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -