મોદીની નજીક મનાતા આ વ્યક્તિ સરકારમાંથી થશે નિવૃત્ત, જેટલીએ આપી માહિતી
અઢીયાની 2014માં કેબિનેટની એસીસીમાં નાણાકીય સેવા સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેમણે 3 નવેમ્બર, 2014ના રોજ પદ સંભાળ્યું હતું. જે બાદ તેમને રેવન્યૂ સચિવ બનાવાયા હતા. જેના કારણે 31 ઓગસ્ટ, 2015ના રોજ તેમણે સેવા સચિવના પદ પરથી રાજીનામું આપ્યું હતું. અઢીયાને સપ્ટેમ્બર 2017માં અશોક લવાસા નિવૃત્ત થયા બાદ નાણા સચિવ બનાવાયા હતા. દેશમાં લાગુ કરવામાં આવેલા જીએસટી અને નોટબંધીનું માળખું તૈયાર કરવામાં અઢીયાનો મહત્વનો રોલ હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજીકના મનાતાં કેન્દ્રીય નાણા સચિવ હસુમખ અઢીયા નવેમ્બરના અંતથી નિવૃત્ત થઈ રહ્યા છે. નાણા મંત્રી અરૂણ જેટલીએ ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપી હતી. 1981ની બેચના આઈએએસ અધિકારી હસમુખ અઢીયાનો કાર્યકાળ 30 નવેમ્બરના રોજ પૂરો થઈ રહ્યો છે. મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમનો અઢીયા સાથે ગાઢ ઘેરાબો હતો. જેના કારણે તેમને પ્રમોશન આપીને કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા.
અઢીયાની જગ્યાએ નવા રેવન્યૂ સેક્રેટરી તરીકે અજય કુમાર ભૂષણ પાંડેયની નિમણૂક કરવામાં આવી છે. હાલ તેઓ યુનીક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)નાં સીઈઓ છે. (જેટલીએ લખેલા ફેસબુક બ્લોગનો સ્ક્રીનશોટ)
- - - - - - - - - Advertisement - - - - - - - - -