મહિલા જાસૂસની જાળમાં ફસાયો એન્જિનિયર, બ્રહ્મોસ મિસાઇલની જાણકારી લીક કરી રહ્યો હતો
એક રિપોર્ટ્સ મુજબ, એન્જિનિયર નિશાંત અગ્રવાલ અમેરિકન ખુફિયા એજન્સી સીઆઇએની એક મહિલા એજન્ટના જાળમાં ફસાયો હતો. આ માટે હનીટ્રેપ સાથે જોડીને તપાસ કરવામાં આવી રહી છે, મહિલા હેન્ડલર તેને દિલ્હીથી ઓપરેટ કરી રહી હતી. હાલ તે મહિલા કોણ છે અને તે ક્યારથી નિશાંતના સંપર્કમાં છે, આ અંગે તપાસ ચાલુ છે, સુરક્ષા એજન્સીઓ પૂછપરછ કરી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકહેવામાં આવી રહ્યું છે કે આરોપી એન્જિનિયર સોશિયલ મીડિયાની મદદથી સરળતાથી બ્રહ્મોસ મિસાઇલની જાણકારી લીક કરી રહ્યો હતો. આ માટે ઇન્ક્રિપ્ટેડ, કોડવર્ડ અને ગેમના ચેટ જોનનો ઉપયોગ કરતો હતો. મહિલા હેન્ડલરની સાથે ફેક ફિમેલ આઇડીથી વાત કરતો હતો.
જાણકારી પ્રમાણે નિશાંત અગ્રવાલ ઉત્તરાખંડનો રહેવાસી છે, તે ડીઆરડીઓના બ્રહ્મોસ એયરોસ્પેસમાં ચાર વર્ષથી સીનિયર સિસ્ટમ એન્જિનિયરનું કામ કરતો હતો, આ કામગીરી પ્રમાણે તે હાઇડ્રોલિક-ન્યૂમેટિક્સ અને વોરહેડ એન્ટીગ્રેશનની ટીમને લીડ કરી રહ્યો હતો. આ ટીમમાં 40 લોકો હતા.
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ એન્ટી ટેરરીસ્ટ સ્ક્વોડ અને મિલિટરી ઇન્ટેલિજન્સે જાસુસીના આરોપમાં રક્ષા અનુસંધાન તથા વિકાસ સંગઠનના સીનિયર એન્જિનિયરની ધરપકડ કરી છે. એન્જિનિયર નિશાંત અગ્રવાલ પર આરોપ છે કે તેણે બ્રહ્મોસ મિસાઇલ યુનિટમાંથી મહત્વની ટેક્નિકલ માહિતી ચોરી કરી અમેરિકા તથા પાકિસ્તાનને વેચી છે. ધરપકડ કરાયેલો વ્યક્તિ પાકિસ્તાની જાસુસી એજન્સી આઈએસઆઈનો એજન્ટ ગણાવવામાં આવી રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -