છોકરીનો હંગામો, વૉચમેનને કહ્યું- સિગરેટ લાવો, ના આપી તો બૂમાબૂમ કરીને છોકરીએ કપડાં ઉતારી નાંખ્યા
વળી, છોકરીએ મુંબઇ પોલીસ અને વીડિયોમાં દેખાઇ રહેલા બધા લોકો સામે ટ્વીટર પર મોરચો ખોલી દીધો છે. છોકરીએ #Metoo લખીને કેટલાય આરોપ લગાવ્યા છે.
જોકે, પોલીસે છોકરીને પકડી લીધી હતી, પણ હજુ સુધી આ ઘટનામાં કોઇપણ પ્રકારની ફરિયાદ નોંધાઇ નથી.
હંગામો વધી જતાં વૉચમેને પોલીસને બોલાવી, જ્યારે પોલીસે છોકરીને પોલીસ સ્ટેશન લઇ જવાનું કહ્યું તો છોકરીએ પોતાના કપડાં ઉતારી નાંખ્યા અને વૉચમેન સાથે મારામારી કરવા લાગી હતી.
મનાઇ રહ્યું છે કે આ ઘટના 25 ઓક્ટોબરની છે. નશામાં ધૂત છોકરીએ વૉચમેન પાસે સિગારેટ મંગાવી, જ્યારે વૉચમેને સિગારેટ લાવવાની ના પાડી દીધી તો છોકરી તેને ગાળો આપવા લાગી હતી.
મુંબઇઃ મુંબઇના ઓશિવારા વિસ્તારમાં એક છોકરીએ વૉચમેન સાથે ચર્ચા બાદ હંગામો મચાવી દીધો. નશામાં ધૂત છોકરીએ એટલો બધો હંગામો મચાવ્યો કે સોસાયટી વાળાઓએ પોલીસ બોલાવવી પડી હતી, અને જ્યારે પોલીસ પહોંચી તો છોકરીએ કપડાં ઉતારી દીધા હતા. આ આખી ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.