બતકોના તરવાથી પાણીમાં વધે છે ઓક્સિજન, ભાજપ શાસિત રાજ્યના CMનું નિવેદન, જાણો વિગત
તેમણે કહ્યું કે, તળાવ કાંઠે રહેતા માછીમારોને 50,000 બતકોનું વિતરણ કરાશે. એટલું જ નહીં ત્રિપુરાના ગામડામાં પણ બતકનું વિતરણ કરવામાં આવષે. પ્રાકૃતિક સૌંદર્યમાં વધારો થાય અને ગ્રામીણ અર્થતંત્રમાં તેજી આવે તે હેતુથી જળાશયોની આસપાસ આવેલા ટૂરિસ્ટ કેન્દ્રોમાં બતકોનું વિતરણ કરાશે. બતક જ્યારે પાણીમાં તરે છે ત્યારે જળાશયમાં ઓક્સિજનનું સ્તર આપોઆપ વધી જાય છે. તેનાથી ઓક્સિજન રિસાઇકલ થાય છે. પાણીમાં રહેતી માછલીઓને વધારે ઓક્સિજન મળે છે. આ પ્રકારે માછલીઓનું પ્રમાણ વધે છે અને ઓર્ગેનિક રીતે મત્સ્યપાલનને પણ પ્રોત્સાહન મળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appત્રિપુરાના મુખ્યમંત્રી બન્યા બાદ બિપ્લબ દેબ તેમના નિવેદનોના કારણે સતત ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ તેમણે મોબ લિંચિગની ઘટનાઓ પાછળ આંતરરાષ્ટ્રીય ષડયંત્ર ગણાવી કહ્યું હતું કે ત્રિપુરામાં હવે આ પ્રકારની ઘટનાઓ પર લગામ લાગી ગઈ છે. મહાભારત કાળમાં ઈન્ટરનેટ અને સેટેલાઇટ હોવાનો દાવો કરી તેઓ સૌથી પહેલા ચર્ચામાં આવ્યા હતા. એક કાર્યક્રમમાં તેમણે યુવાનોને નોકરીના બદલે પાનની દુકાન ખોલવાની સલાહ પણ આપી હતી.
બિપ્લબે કહ્યું કે, બતકનું વિતરણ કરવાથી ગ્રામીણ અર્થતંત્રમાં તેજી આવશે. જ્યારે કોઈ જળાશયમાં બતક તરે છે ત્યારે રીસાઇક્લિંગ થાય છે અને તેનાથી ઓક્સિજનનું સ્તર વધે છે. નીરમહલની નજીક બનેલા કૃત્રિમ તળાવ રુદ્ર સાગરમાં નૌકા દોડનો આરંભ કરાવવાના અવસર તેમણે આ વાત કહી હતી.
નવી દિલ્હીઃ ત્રિપુરના મુખ્યમંત્રી બિપ્લબ દેબે ફરી એકવખત વિચિત્ર નિવેદન કર્યું છે. તેમણે દાવો કર્યો છે કે, “પાણીમાં બતકો તરવાથી ઓક્સિજનનું પ્રમાણ વધે છે. આ કારણે તેઓ રાજ્યના ગામડાઓમાં બતક વિતરણ કરવા ઈચ્છે છે.”
- - - - - - - - - Advertisement - - - - - - - - -