પત્નીએ નપુંસક બતાવી માંગ્યા છૂટાછેડા, પતિએ અન્ય મહિલા સાથે સંબંધ બનાવતો વીડિયો બનાવી સસરાને મોકલ્યો, જાણો પછી શું થયું
અનુષાએ ફેમિલી કોર્ટમાં વિબાવસુ સાથે છૂટાછેડાનો કેસ દાખલ કર્યો. જેમાં છૂટાછેડાનું કારણ પતિ નપુંસક હોવાનું જણાવ્યું. વિબાવસુને જ્યારે છૂટાછેડાનું કારણ ખબર પડી ત્યારે તેણે પત્ની દ્વારા લગાવવામાં આવેલા આરોપોને ખોટા સાબિત કરવા એક મહિલા સાથે શારીરિક સંબંધ બનાવી તેનો વીડિયો શૂટ કર્યો. ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે સેક્સ દરમિયાન વિબાવસુ અને મહિલા સાથે રૂમમાં અન્ય એક વ્યક્તિ આવ્યો હતો. તેણે આ રેકોર્ડિંગ કર્યું હતુ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમામલો હૈદરાબાદના લાલ બહાદુરનગરનો છે. અહીં રહેતા વિબાવસુના લગ્ન મુતાવિઝ નગરમાં રહેતી અનુષા સાથે 2016માં થયા હતા. એમકેબી નગર ઓલ વીમેન પોલીસના ઈન્સ્પેક્ટર ડી ચિત્રાએ જણાવ્યું કે, લગ્ન બાદ બંને માત્ર 15 દિવસ સુધી જ સાથે રહ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે ઝઘડો થયો અને અનુષા તેના માતા-પિતાના ઘરે પરત આવી ગઈ. બંને પરિવારોએ અનુષા-વિબાવસુ વચ્ચે સમાધાન કરાવવા અનેક પ્રયત્નો કર્યો.
વિબાવસુએ 5 મિનિટનો વીડિયો બનાવ્યો અને ચેન્નઈમાં રહેતી અનુષા, તેના પિતા અને કાકીને મોકલી દીધો. આ લોકોએ વિબાવસુની આ હરકત પર તેની સામે એફઆઈઆર નોંધાવી. પોલીસ પૂછપરછમાં વિબાવસુએ તેનો ગુનો કબૂલી લીધો. પોલીસે તેની સામે આઈટી એક્ટ સહિત આઈપીસીની વિવિધ કલમો અંતર્ગત કેસ દાખલ કરી જેલમાં મોકલી દીધો.
ચેન્નઈઃ ચેન્નઈમાં એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. અહીંયા એક પત્નીએ પતિ પાસેથી છૂટાછેડા માટે નપુંસકતાના આધારે કાર્ટમાં કેસ દાખલ કર્યો હતો. પતિની મર્દાનગી પર સવાલ ઉઠતાં તેણે બીજી મહિલા સાથે શારીરિક સંબંધ બનાવ્યો અને તેનો પૂરો વીડિયો શૂટ કરીને પત્ની અને સસરાના મોબાઈલ મોકલી દીધો. પત્નીને પદાર્થપાઠ ભણાવવાના ચક્કરમાં પતિ જેલ પહોંચી ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -