અમદાવાદના ક્યા 4 વેપારી રાજસ્થાનમાં 5 કરોડના સોના સાથે ઝડપાયા? જાણો વિગત

પોલીસ સોનું જપ્ત કર્યા બાદ કોમર્શિયલ ટેક્સ અધિકારી અનુજ બટનાગર તથા બલવીર પોલીસ સ્ટેશન આવ્યા હતા તથા જરૂરી કાર્રવાઈ શરૂ કરી હતી. પોલીસ અધિકારીએ વાણિજ્ય અધિકારીની હાજરીમાં સોનાનું વજન કરી તેને સીલ કર્યું હતું.
હાલમાં પોલીસે સોનાનું વજન કરી જપ્ત કર્યું છે. પોલીસ અનુસાર સાંજે ચાલ કલાકે બાતમી મળી હતી કે એક કારમાં ચાર લોકો સોનાના ઘરેણાં વેચવા માટે ફરી રહ્યા છે. સૂચના મળ્યા બાદ પીઆઈ ગજેન્દ્રસિંહ રાવ, હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ, કોન્સ્ટેબલ ભોપાલસિંહ તથા ડ્રાઈવર ગજરાજસિંહ તહસીલ ચૌરાહા વિસ્તારમાં એક કાર ઉભેલી જોઈ જેમાં ચાર વ્યક્તિ સવાર હતા. પૂછપરછમાં કારમાં સવાર લોકોએ પોતાના નામ મેહુલ વિઠલાણી, અશ્વિન પટેલ, જિનેને શાહ પૂનારામ હોવાનો ખુલ્યું હતું. તપાસ કરતાં વાહનમાંથી પ્લાસ્ટિકના બોક્સમાં સોનાનાં ઘરેણાં મળી આવ્યા હતા.
પોલીસે બાતમીદારની સૂચનાને આધારે ગુજરાતના પાસિંગ નંબરવાળી કારને રોકાવી હતી. પૂછપરછમાં કારમાં સવાર લોકો જવાબ આપી શક્યા નહોતા. કારની તલાશી દરમિયાન 17 કિલો 800 ગ્રામ સોનું મળી આવ્યું હતું. તેમણે દાગીના વેચવા માટેનો ઑથોરિટી લેટર બતાવ્યો હતો પણ બિલ જેવા દસ્તાવેજ નહોતા. કારમાં સવાર લોકોમાં અમદાવાદ નિવાસી મેહુલ વિઠલાણી-પાલડી, શાહ જિનેન અને અમદાવાદના શાહપુરના રહેવાસી ગણેશ પુરોહિત સામેલ છે.
ડુંગરપુરઃ રાજસ્થાનના ડુંગરપુરમાં પોલીસે ગુજરાતના પાસિંગ નંબરની કારમાંથી 17 કિલો 800 ગ્રામ સોનાના દાગીના પકડ્યા છે. દાગીના પ્લાસ્ટિકના 6 ડબામાં ભર્યા હતા. કારમાં ગુજરાતની 4 વ્યક્તિઓ પણ હતી. સોનાના દાગીનાની અંદાજિત કિંમત 5 કરોડ કરતાં વધારે હોવાનું કહેવાઇ રહ્યું છે.