MPમાં કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું- ‘તમે મારું ધ્યાન રાખજો, પાર્ટી જાય તેલ લેવા’
આ મામલે જીતુ પટવારીનું કહેવું છે કે, મારા નિવેદનનો ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ વિસ્તારના વરિષ્ઠ સભ્યો પણ મારા પરિવારજનો છે. બીજેપી મારી છબી ખરાબ કરી રહી છે. જનસંપર્ક દરમિયાન મેં ભાજપ માટે આ શબ્દો વાપર્યા હતા.
ભોપાલઃ મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી પ્રચાર ધીમે ધીમે જામી રહ્યો છે. તમામ રાજકીય પક્ષો મતદારોનો સંપર્ક કરવા રાત-દિવસ એક કરી રહ્યા છે. દરેક ઉમેદવાર તેમની જીત નક્કી કરવા ઈચ્છે છે. આ વચ્ચે કોંગ્રેસના ઈન્દોરના ધારાસભ્ય જીતુ પટવારીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ મતદાતાને ‘તમારે મારી ઇજ્જત રાખવાની છે, પાર્ટી ગઈ તેલ તેવા’ એમ કહેતા નજરે પડે છે.
ચૂંટણી પ્રચાર સંદર્ભે જીતુ પટવારી ઘરે ઘરે જઈને વોટ માંગી રહ્યા છે. આ દરમિયાન તેઓ ઈન્દોરમાં એક મતદાતા દંપત્તિના ઘરે જાય છે અને તેમના ચરણસ્પર્શ કરી જીતના આશીર્વાદ માંગે છે. જે દરમિયાન તેઓ ‘તમારે મારી ઈજ્જત રાખવાની છે, પાર્ટી ગઈ તેલ લેવા’ તેમ કહે છે. ચૂંટણી મોસમમાં પટવારીના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.