રમઝાન મહિનામાં જમ્મુ-કાશ્મીરમાં સેનાનું કોઈ ઑપરેશન નહીં, મોદી સરકારે સ્વીકારી CM મેહબુબા મુફ્તીની માંગ
સીઝફાયરના આદેશ બાદ મહેબૂબા મુફ્તીએ ટ્વીટ કર્યું કે, હું આ આદેશનું સ્વાગત કરું છું. પીએમ મોદી અને ગૃહમંત્રી રાજનાથ સિંહે આ મામલે વ્યક્તિગત રીતે ધ્યાન આપ્યું, જેના માટે આભાર. સાથે સર્વ પક્ષની બેઠકમાં સામેલ તમામ પાર્ટીનો આભાર,
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુખ્યમંત્રી મેહબૂબા મુફ્તીએ તમામ પક્ષની બેઠક બોલાવીને કેન્દ્ર સરકાર પાસે ઘાટીમાં રમઝાન અને અમરનાથ યાત્રા માટે એકતરફી સીઝફાયરની માંગ કરી હતી. જેથી સામાન્ય લોકોને રમઝાનના અવસર પર રાહત અને રાજ્યમાં બહેતર માહોલ બનાવવા મદદ મળશે.
જો કે રમઝાન દરમિયાન કોઈ પણ હુમલો થાય તો સામાન્ય નાગરિકોના જીવ બચાવવા માટે સુરક્ષાદળોને વળતો જવાબ આપવાનો અધિકાર રહેશે. સરકારે આશા વ્યક્ત કરી છે કે આ અભિયાનમાં સહયોગ કરશે. જેથી રમઝાનના સમયે કોઈ સમસ્યા ના થાય. કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યું છે. તે લોકોની ઓળખ કરવી જરૂરી છે જે હિંસા અને આતંકનો સહારો લઈને ઈસ્લામને બદનામ કરે છે.
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં રમઝાન દરમિયાન સુરક્ષા દળો દ્વારા કોઈ પણ સર્ચ ઑપરેશન નહીં કરવાની મુખ્યમંત્રી મેહબુબા મુફ્તીની માંગને કેન્દ્ર સરકારે સ્વીકારી લીધી છે. કેન્દ્ર સરકાર તરફથી ટેકનિકલી રીતે સીઝફાયરના નામનો ઉલ્લેખ કર્યો નથી. ગૃહમંત્રી રાજનાથસિંહે આ નિર્ણયની જાણકારી મુખ્યમંત્રી મેહબુબા મુફ્તીને આપી દીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -