દિલ્હીના આકાશમાં છવાઇ ધૂળની ડમરીઓ, લોકોને શ્વાસ લેવામાં થઇ રહી છે તકલીફ, આ છે કારણ
જોકે, હવામાન વિભાગનું કહેવુ છે કે, 16 જૂન બાદ દિલ્હીવાસીઓ ગરમી અને ધૂળની આંધીથી રાહત મેળવી શકશે. કેમકે દિલ્હીમાં 16 જૂનથી વરસાદનું આગમન થવાનું અનુમાન છે.
હવામાન વૈજ્ઞાનિકો અનુસાર, દિલ્હી-એનસીઆરમાં હવામાન ખરાબ હોવાનું કારણ ઇરાન અને દક્ષિણ આફગાનિસ્તાન તરફથી આવી રહેલી ધૂળની ડમરીઓ છે. જે 20 હજાર ફૂટની ઉંચાઇથી રાજસ્થાનમાં થઇને દિલ્હીમાં દસ્તક આપી રહી છે. આનાથી વાતાવરણમાં ધૂળ છવાઇ ગઇ છે. આગામી ચાર દિવસ સુધી દિલ્હીમાં આવી જ પરિસ્થિતિ રહેશે.
ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં પીએમ 10નું સ્તર 981, પીએમ 2.5 નું સ્તર 200, નોઇડામાં પીએમ 10 નું સ્તર 1135 તો પીએમ 2.5 નું સ્તર 444 છે. જ્યારે ગાઝિયાબાદમાં પીએમ 10 નુ સ્તર 922 અને પીએમ 2.5 નું સ્તર 458 છે.
બુધવારે નોઇડામાં પીએમ 10નું સ્તર 1135 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર પહોંચી ગયું છે. હવામાન ખાતાનું કહેવું છે કે આગામી ત્રણ દિવસ સુધી આ રીતની પરિસ્થિતિ રહેશે.
નવી દિલ્હીઃ રાજસ્થાનમાં ચાલી રહેલ ધૂળ ભરેલી આંધીએ દિલ્હી વાળાઓનો શ્વાસ અધ્ધર કરી દીધો છે. અહીં લોકોને શ્વાસ લેવામાં જબરદસ્ત તકલીફો પડી રહી છે. હવામાં ઉંચે ઉંચે સુધી ધૂળની ડમરીઓ છવાઇ છે. સુરજ પણ ધૂંધળો દેખાવવા લાગ્યો છે. દિલ્હી નજીક નોઇડામાં પરિસ્થિતિ એકદમ ખરાબ થઇ ચૂકી છે. અહીં તેના કેટલાક ફોટોઝ બતાવવામાં આવ્યા છે.